Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાદેવહર મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિના ઉપક્રમે
જામનગર તા. ૧પઃ આગામી તા. ૧૭-૪-ર૦ર૪ ને બુધવારના દિવસે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની આરાધનાનું પર્વ રામનવમી હોઈ, તે પહેલા જ છોટી કાશી ગણાતા જામનગર શહેરના રામભક્તોમાં ઉત્સાહ જગાવવા માટે શનિવારે રાત્રે 'ભક્તિફેરી'નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મહાદેવ હર મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે પ્રતિવર્ષ રામનવમીના દિવસે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ચૂક્યો છે, અને ભવ્ય રામમંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મૂકાયું છે, ત્યારે આ વર્ષે રામનવમીના તહેવારમાં જામનગરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને શોભાયાત્રા રંગેચંગે યોજાવાની છે. જેના આયોજનને આખરી ઓપ આપવા માટે શનિવારે રાત્રે યોજાયેલી મિટિંગ પૂર્ણ થયે ઉપસ્થિત તમામ ભક્તજનોની સંગાથે 'ભક્તિફેરી' યોજાઈ હતી.
પંચેશ્વર ટાવર પાસેના શ્રી રામદૂત હનુમાનજી મંદિરેથી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજ દાસજી મહારાજના હસ્તે ભગવા ધ્વજ ફરકાવીને ભક્તિ ફેરીનું પ્રસ્થાન કરાવાયું હતું. આ ભક્તિફેરી મહાદેવ હર મિત્રમંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ) ની આગેવાની હેઠળ 'જય જય શ્રી રામ'ના જયઘોષ સાથે સુપ્રસિદ્ધ બાલા મનુમાનજી મંદિરે પહોંચી હતી, જ્યાં પ્રભુદર્શન કરીને મંદિર પરિસરમાં ચાલી રહેલા અખંડ રામધૂનના પાઠની સાથે તમામ રામ ભક્તોએ જોડાઈને સંગીતની સાથે 'શ્રી રામ જય રામ જય જય રામ'ની ધૂન બોલાવી હતી. ત્યારપછી આ ભક્તિ ફેરી પુનઃ પંચેશ્વર ટાવર પરત ફરી હતી. જેમાં બન્ને આયોજક સંસ્થાના અગ્રણીઓ-કાર્યકરો ઉપરાંત શહેરના ધાર્મિક, સામાજિક, જ્ઞાતિ મંડળો, યુવક મંડળોના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતાં, અને રામ નવમીના પાવનકારી પર્વ પહેલા જ 'છોટીકાશી'માં રામ-મય વાતાવરણ જોવા મળ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial