Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠકઃ
જામનગર તા. ૧પઃ ચૂંટણી પંચ દ્વારા જામનગરમાં નિમવામાં આવેલ ખર્ચ ઓબ્ઝર્વર શ્રી અવિજીત મિશ્રાએ કલેક્ટર કચેરીમાં બેઠકનું આયોજન કરી ખર્ચ મોનિટરીંગ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરૃં પાડી સમીક્ષા કરી હતી.
બેઠકમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી જામનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તાર દીઠ હાથ ધરવામાં આવેલ ખર્ચ ઓબ્ઝર્વને લગતી કામગીરીની વિગતો રજૂ કરાઈ હતી. જેમાં લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભામાં કાર્યરત વી.એચ.સી., વી.વી.સી., વીડિયો સર્વેલન્સ, ફ્લાઈંગ સ્ક્વોડ, જિલ્લામાં કાર્યરત ચેકપોસ્ટ, મીડિયા મોનિટરીંગ, પોલીસ ટીમ વગેરેની માહિતી ખર્ચ મોનિટરીંગ સમિતિ દ્વારા આપવામાં આવી હતી. આચારસંહિતાને લગતી કોઈપણ ફરિયાદનો નિકાલ લાવવા ઓબ્ઝર્વર દ્વારા જણાવાયું હતું.
લોકસભાની ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે જરૂરી છે. આપણે સૌ હાલ ચૂંટણી પંચનો ભાગ છીએ ત્યારે સૌએ જાગૃત રમી ચૂંટણીને લગતી ફરજો બજાવવા ઓબ્ઝર્વરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ દ્વારા હાથ ધરાયેલ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગેની સમીક્ષા કરી વિવિધ ટીમના ઉપસ્થિત અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી મેળવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝીલ પટેલ, એમસીસીના નોડલ અધિકારી શારદા કાાથડ તથા એક્સપેન્ડીંચર મોનિટરીંગ સેલના નોડલ ઓફિસરો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial