Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભણગોરની સીમમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોઃ
જામનગર તા. ૧૫: જામનગરના મસીતિયા ગામના એક પરિવારની છ વર્ષની બાળકીને તાવ આવ્યા પછી આંચકી આવી જતાં તે બાળકી પર કાળનો પંજો પડ્યો છે. કેન્સરથી પીડાતા લાલપુરના પીપળી ગામના મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. ભણગોર ગામમાં વોકળા પાસે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.
જામનગર તાલુકાના મસીતિયા ગામમાં રહેતા મામદભાઈ મુસાભાઇ નાઈ નામના સંધી પ્રૌઢ છ વર્ષની પુત્રી ફરઝાનાને એકાદ દિવસથી તાવ આવતો હતો.
તે દરમિયાન આ બાળકીને આંચકી આવવા લાગતા શનિવારે સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં શનિવારે રાત્રે ફરીથી આ બાળકીને આંચકી આવતા તેણીનું મૃત્યુ થયું છે. પિતા મામદભાઈએ પોલીસને જાણ કરી છે.
લાલપુર તાલુકાના પીપળી ગામમાં જૂનાવાસમાં રહેતા જશુબેન ચમનભાઈ મકવાણા (ઉ.વ.૪૫) નામના મહિલા પેટમાં કેન્સરની બીમારીથી પીડાતા હતા. તેઓને ગઈ તા.૨૦ના દિને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેણીનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થતાં પતિ ચમન હરજીભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે.
લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા અને આથમણી સીમમાં કપુરીયા વોકળા પાસે ખેતર ધરાવતા હરીદાસ દેવરાજભાઈ વાછાણી નામના ખેડૂતના ખેતર નજીકથી ગઈકાલે સવારે ચાલીસેક વર્ષના લાગતા એક અજાણ્યા યુવાન બેભાન જેવી હાલતમાં જોવા મળતા હરીદાસે ૧૦૮ને જાણ કરી હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial