Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામયાગ યજ્ઞ, સત્સંગ, ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમોઃ
દ્વારકા તા. ૧પઃ યાત્રાધામ દ્વારકામાં તા. ૧૭ એપ્રિલના રામનવમી નિમિત્તે ગાયત્રી મંદિર પાસે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે રામયાગ યજ્ઞ, સત્સંગ, બટુકભોજન, બ્રહ્મભોજન, સંતભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં શ્રી રામલલ્લા મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા પછી પંચમુખી હનુમાનજી મંદિરે સૌ પ્રથમ વખત રામનવમી મહોત્સવ ઉજવવામાં આવનાર હોય, ભક્તો દ્વારા રામનવમી મહોત્સવ ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રામનવમીના દિવસે રામયાગ યજ્ઞ સવારે ૯-૩૦ થી બપોરના ૪-૩૦ કલાક સુધી યોજાશે. સાંજે પ થી ૭ દરમિયાન શ્રી દ્વારકાધીશ ગોપી મંડળ દ્વારા સત્સંગ યોજાશે. રાત્રિના ૮ કલાકે પંચમુખી હનુમાનજી મંદિરના પટાંગણમાં બટુકભોજન, બ્રહ્મભોજન, સંતભોજન રાખેલ છે. આ સર્વે ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા પંચમુખી હનુમાજી મંદિરના મહંત પૂ. દયાદાસબાપુ ગુરુ કિશોરદાસબાપુ દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial