Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાર્યક્રમ પૂર્ણ પછી પોલીસે મુક્ત કર્યાઃ
જામનગર તા. ૧૫: જામનગરમાં રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખનો બુથ કાર્યકરો સાથેનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં વિરોધ પ્રદર્શન માટે સિક્કાથી જામનગર આવી રહેલા ક્ષત્રિય સમાજના બે યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. તેઓને કાર્યક્રમ પૂર્ણ થયા પછી મુકત કરવામાં આવ્યા હતા.
જામનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની બુથ કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી હતી. ઓશવાળ સેન્ટરમાં રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવાનો તથા મહિલાઓ વિરોધ કરવા આવી શકે છે તેવી પ્રબળ આશંકાના પગલે ચાંપતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આમ છતાં જામનગરના આક્રોશિત યુવાનો, મહિલાઓએ વિરોધ પ્રદર્શિત કર્યાે હતો. કેટલાક યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. તે દરમિયાન જામનગર તાલુકાના સિક્કામાંથી ક્ષત્રિય સમાજના અગ્રણી લક્કીરાજસિંહ ઝાલા તેમજ કરણસિંહ ગોહિલ જામનગર આવવા માટે રવાના થયા હતા. તેઓને સિક્કા પોલીસે અટકાયતમાં લઈ લીધા હતા. જામનગરમાં સી.આર. પાટીલનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી બંને અગ્રણીને મુક્ત કરવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial