Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ઝોનલ ઓફિસર તરીકે નિમાયેલા અધિકારી-કર્મચારીઓને કાર્યપાલક મેજિસ્ટ્રેટની સત્તા

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ બહાર પડાયોઃ

જામનગર તા. ૧પઃ જામનગર જિલ્લામાં ચૂંટણી ફરજ માટે ઝોનલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેની સત્તાઓ સોંપવામાં આવી છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના અનુસંધાને જામનગર જિલ્લામાં સમાવિષ્ટ મતદાન મથકો પર કામગીરી સરળતાથી થાય અને મતદાન સ્ટાફને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમુક મતદાન મથકો વચ્ચે ૧ (એક) ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલ છે. જે અધિકારીઓએન ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલ હોય અને તે પૈકી જે અધિકારી/કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી તેઓને ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પર સંપૂર્ણપણે નિયંત્રન રાખી શકે તે માટે સરકારના ગૃહ વિભાગના વંચાણે લીધેલ (૨) જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરિતી ૧૯૭૩ની કલમ  ૨૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના તથા આ અધિનિયમની કલમ-૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ના અધિકારો મળવાપાત્ર થાય છે.

આ અધિકારો ભોગવવા માટેનો વિસ્તાર અને સમયગાળો નિશ્વિત કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને અધિકૃત કરવામાં આવેલ છે. આથી કર્મચારી/અધિકારીઓને ઝોનલ ઓફિસર તરીકે નિયુકત કરવમાં આવેલ છે અને તેઓને ૧૨-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાના કાર્યક્ષેત્રમાં લોકસભા સામાન્ય ચૂંટણી  ૨૦૨૪ અંતર્ગત તા. ૭-૫-૨૦૨૪ના રોજ થનાર મતદાનને ધ્યાનમાં રાખતા તા. ૪-૫-૨૦૨૪થી તા. ૯-૫-૨૦૨૪ સુધીના સમયગાળા માટે તેઓને ફાળવવામાં આવેલ મતદાન મથકોના રૂટના વિસ્તારો માટે ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના સરકારએ આપેલ અધિકારો ભોગવવા અધિકૃત કરવામાં આવે છે.

આ કર્મચારી/કર્મચારીશ્રીઓ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારોનો ઉપયોગ ફક્ત ચૂંટણીલક્ષી કામગીરી માટેજ કરવાનો રહેશે. ઝોનલ ઓફિસર તરીકેની ફરજમાંહી મુક્ત થયે આપોઆપ અધિકાર સમાપ્ત થયેલ ગણાશે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ બી. કે. પંડયા દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશમાં જણાવવામાં આવ્યું છે.

૭૬ કાલાવડ લોકસભા મતવિસ્તાર મઍટે નિયુકત કરાયેલા ઝોનલ અધિકારીઓ

શ્રી વાધેલા મનોજભાઈ ભીખુભાઈ, શ્રી રાવલ પ્રણવભાઈ ધીરેનભાઈ, શ્રી રસિકભાઈ ડાયાભાઈ ભાગીયા, શ્રી જે. આઈ. મકવા , શ્રી એસ.બી લિંબડ, બી.આર. પીઠીયા, શ્રી એન.જી. મણવર, શ્રી. જી. એમ. ગાવિત, શ્રી. ડી.બી. મિયાત્રી, શ્રી એ.આર. કણઝારીયા, શ્રી ડી.એમ.વાસજાળીયા, શ્રી જે. એમ. જાડેજા, શ્રી આર.આર. ડાંગર, શ્રી એસ. એન. આસોદરીયા, શ્રી આર. એન. કથીરીયા, શ્રી જી.જે. રાવલ, શ્રી એમ.આર. મેનપરા, શ્રી આર. કે. ઠાકર, શ્રી એન.એમ. હિરપરા, શ્રી પી.ડી. પરમાર, શ્રી બી.પી. હાપલીયા, શ્રી ડી.એચ. ભેડા, શ્રી પી. એચ. વરૂ, શ્રી જાદવ સુનિલભાઈ કરશનભાઈ, શ્રી એન. ડી. બસીયા, શ્રી પી.જે. ગજેરી, શ્રી વી.જી. રાખોલીયા, શ્રી બુસા દર્શન ધીરજભાઈ, શ ્રી જી.વી. કુવારદામ, શ્રી પટેલ રજનીકાંત શંકરલાલ,  શ્રી એસ. કે. જોષી,  શ્રી કે.ડી. પટેલ, શ્રી એસ.જી. ભેસાણીયા, શ્રી એચ.એ. રાણા, શ્રી એ.બી. મુંગરા, શ્રી એસ.સી. બાંભણીયા, શ્રી કે.એમ. રૂંધાણીને  ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રીના અધિકારો સોંપવામાં આવ્યા છે.

૭૭ જામનગર ગ્રામ્ય માટે નિયુક્ત કરાયેલા ઝોનલ અધિકારીઓ

શ્રી વિનોદ તેજવાણી, શ્રી કોટક સુમિત પી., શ્રી બી. બી. ચૌહાણ, શ્રી વિશાલ કુમાર ગાગલીયા, શ્રી કનકસિંહ ઝાલા, શ્રી સુરેશભાઈ ડાંગર, શ્રી જીગર કે. ચૌધરી, શ્રી નિતીન ગોઠી, શ્રી એ. એમ. ગલાણી, શ્રી એમ. આર. કાલરીયા, શ્રી રવીભાઈ કે. પરમાર, શ્રી બી. બી. ચૌહાણ, શ્રી એમ.ડી. નારણીયા, શ્રી એસ. એન. વેગડ, શ્રી ડો. લલીતભાઈ ચૌહાણ, શ્રી એન. એચ. રાઠોડ, શ્રી પ્રદિપસિંહ બી. પરમાર,શ્રી જીગ્નેશભાઇ બી. રાઠોડ, શ્રી હિરેનભાઈ વઢવાણ,શ્રી એસ. ઝેડ. પઠાણ, શ્રી પી. એલ. ગામીત,શ્રી એ.વી. નકુમ,શ્રી આર. બી. ડાભી ,શ્રી દિપેશભાઈ બી. નથવાણી, શ્રી કે. એમ. ચાવડા, શ્રી એસ. એચ. ભંડેરી, શ્રી એમ. એમ. નાથાણી, શ્રી પ્રશાંત આર. સરસરીયા, શ્રી  એમ. એ. તરૈયા, શ્રી એમ. એમ. બામરોટીયા, શ્રી સુનિલભાઈ કે. લોહીયા, શ્રી જયેશ ચાંદપા, શ્રી કે.એમ. વેગડ, શ્રી એ.એન. જોઈશેર, શ્રી આર. જે. દત્તાણી, શ્રી વિપુલભાઈ એમ. નાંદપરાને  ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રીના અધિકારો સોંપવામાં આવ્યા છે.

૭૮ જામનગર ઉત્તર લોકસભા મત વિસ્તાર માટે નિયુકત કરાયેલા ઝોનલ અધિકારીઓ

શ્રી ચડાણીયા સંજયકુમાર, શ્રી આર.એસ. ઓઝા, શ્રી વી.એચ. નકુમ, શ્રી કે.એમ.શેખ, ડો. પંડયા જીગ્નેશ હરકાંતભાઈ, શ્રી એસ.જે. પારધી, શ્રી વરૂણ જી. પુંગેરા, શ્રી દિલીપભાઈ નકુમ, શ્રી હિતેશભાઈ ભગવાનજીભાઈ પટેલ, શ્રી દલવાડી મિતેશ મહેન્દ્રભાઈ, શ્રી રીતેશકુમાર એચ. પ્રજાપતિ, શ્રી સી.એચ. રાજાઈ, શ્રી કે.ડી. સોલંકી, શ્રી ધોળકીયા કેતન સી., શ્રી વડાલીયા દીપ દિનેશભાઈ, શ્રી ડી.ડી. ગોસાઈ, શ્રી નિરવ હરેશભાઈ શાહ, શ્રી બીરેન જે. પટેલ, શ્રી પ્રતિક ડાભી, શ્રી સી. કે. ચૌહાણ, શ્રી ગલાણી હિમાંશુ નારણભાઈને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રીના અધિકારો સોંપવામાં આવ્યા છે.

૭૯ જામનગર દક્ષિણ લોકસભા મત વિસ્તાર માટે નિયુકત કરાયેલા ઝોનલ અધિકારીઓ

શ્રી એ.એમ. કોડિનારીયા, શ્રી એ.એન. ઠુમ્મર, શ્રી એચ. બી. ગઢવી, શ્રી. એ.એન. કણસાગરા, એચ. બી. ડામોર,  શ્રી કે.પી. ચૌહાણ, શ્રી એલ. કે. જેઠવા, શ્રી ભાવીક ડી. મેધાણી, શ્રી ચંદ્રેશ દવે, શ્રી વી.વી. કપુર, શ્રી હાર્દિક ભેંસદડિયા, શ્રી પી.એસ. વાછાણી, શ્રી એ.વી.નંદાણીયા, શ્રી વી.એન. જોષી અને શ્રી ધર્મેશ રાજયગુરૂને  ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રીના અધિકારો સોંપવામાં આવ્યા છે.

૮૦ જામજોધપુર લોકસભા મત વિસ્તાર માટે નિયુકત કરાયેલા ઝોનલ અધિકારીઓ

શ્રી સુનિલકુમાર પી. મિશ્રા, શ્રી નિકુંજ દવે, શ્રી ડી. કે. ચૌધરી, શ્રી. એમ.ડી. ગાગલીયા, શ્રી બી.જી. પેથાણી, શ્રી આર.ડી. પરમાર, ડો. જગમાલ વી. કરંગીયા, શ્રી યોગેશભાઈ ડેર, શ્રી ઉદય વાય ભગત, શ્રી કે.બી. કમાણી, (શ્રી જયદિપ એમ. અકબરી, શ્રી જયવીરસિંહ ચુડાસમા, શ્રી ડો. વ્યાસ વિરલ રશ્મિકકાંતભાઈ, ડો.કમલેશકુમાર ડી. શાહ., ડો. જયદીપ હસમુખભાઈ દેવમુરારી, ડો. આદિત્ય રમેશભાઈ વિરમગામા, ડો. ભાવિક મોહનભાઈ પંચાસરા, શ્રી ડી.એમ. ધરસંડીયા, શ્રી નીલેશભાઈ નગીનદાસ ઠકરાર, શ્રી જી. જે. વાઘ, શ્રી એમ. આર. કામરીયા, શ્રી બી.પી. ભાલીયા, શ્રી માણેક સમીર શામળજીભાઈ, શ્રી જે.બી. વનરા,  શ્રી. એ.જી. મલેક, શ્રી ડી.જી. સોનાગરા, શ્રી  જય લાલકીયા, પી.જે. કણસાગરા, શ્રી વાય. જી. ગુઢકા, શ્રી રાજીત હરિશ્વંદ્રભાઈ યાદવ,  શ્રી સ્વાગત એ. સંતોકી, શ્રી વી.ડી. ગામી, શ્રી એસ.પી. નકુમ, શ્રી કે.જી. પટેલ, શ્રી એ.એમ. દાઉદીયા, શ્રી કાથરોટિયા નરેશભાઈ બાબુલાલ,  શ્રી પી.વી. પરમાર,  શ્રી સંદીપકુમાર એ. પટેલને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટશ્રીના અધિકારો સોંપવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh