Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાનગી કંપનીમાં શ્રમિક પર ફરી વળી ક્રેઈનઃ
જામનગર તા. ૧૫: જામનગરના મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં શનિવારે એક શ્રમિક પર રિવર્સમાં આવતી ક્રેઈન ફરી વળતા શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ચેલા પાસે દસેક દિવસ પહેલા બાઈક સ્લીપ થતાં ઘવાયેલા યુવાન પર કાળનો પંજો પડ્યો છે. કાલાવડના નિકાવા પાસે એક યુવાનને મોટરે ઠોકર મારી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ નજીકની ખાનગી કંપનીમાં શનિવારે સાંજે મૂળ પંજાબના બલરાજસિંઘ ગુરૂબક્ષસિંઘ નામના યુવાન કામ પર હતા ત્યારે જીજે-૧૦ એઆઈ ૨૬૧૪ નંબરની ક્રેઈનને ફૂલ સ્પીડમાં રિવર્સમાં ચલાવીને આવતા તેના ચાલકે હડફેટે લીધા હતા. જમીન પર પછડાયેલા બલરાજસિંઘના માથા તથા શરીરના અન્ય ભાગ પરથી ક્રેઈન ફરી વળતા આ યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. મૂળ પંજાબના ગુરૂદાસપુર જિલ્લાના વતની અને હાલમાં લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા કુલવીન્દરસિંઘ સુલેખાનસિંઘે પોલીસને જાણ કરી છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા પરેશભાઈ રામજીભાઈ ધંધુકિયા નામના યુવાન ગઈ તા.૪ની રાત્રે આઠેક વાગ્યે પોતાના જીજે-૧૦-ડીડી-૭૦૭૮ નંબરના બાઈકમાં પોતાના ગામ તરફ જતા હતા ત્યારે રસ્તામાં રાજકોટ તરફથી પુરપાટ ઝડપે દોડી આવતી જીજે-૧૦-સીએન-૬૩૯૧ નંબરની ઇકો મોટરના ચાલકે તેઓને ઠોકર મારી દીધી હતી.
આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા પરેશભાઈને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. તેઓએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ઇકો મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
મૂળ ઉત્તરપ્રદેશના ઝોનપુર જિલ્લાના હરકપુર ગામના વતની કૈલાસભાઈ બ્રિજમોહન નિશાદ (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ગઈ તા.૩ની સવારે જીજે-૧૦-બીઈ-૦૫૨૪ નંબરના બાઈકમાં ચેલા ગામના પાટિયા પાસેથી જતા હતા ત્યારે કોઈ રીતે બાઈક સ્લીપ થઈ જતાં ઘવાયેલા કૈલાસભાઈને ૧૦૮ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજતા મૃતકના દૂરના સાળા અને હાલમાં દરેડ જીઆઈડીસીમાં રહેતા ગોવિંદ બાંકેલાલ નિશાદે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial