Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકામાં પણ મોંઘવારીનો માર ચર્ચામાં: કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્ષમાં ૦.૪ ટકાનો વધારો

મોંઘવારીના દરમાં સૌથી મોટું યોગદાન પેટ્રોલનું!

ન્યૂયોર્ક તા. ૧૧: અમેરિકામાં પણ મોંઘવારીનો માર ચર્ચાસ્પદ બન્યો છે, જેમાં સૌથી વધુ યોગદાન પેટ્રોલનું હોવાનું ચર્ચાય છે.

માર્ચ મહિનાથી અમેરિકામાં મોંઘવારીમાં મોટો વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ અને શેલ્ટર કોસ્ટમાં ઉછાળો જેમાં રેન્ટ સામેલ છે. તેમાં ઉછાળો આવવાને લઈને વાર્ષિક કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સમાં ૦.૪ ટકાનો વધારો જોવા મળ્યો છે.

માર્ચ મહિનામાં વાર્ષિક બેઝિઝ પર કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ વધીને ૩.પ ટકા પર પહોંચ્યો છે. ફેબ્રુઆરીમાં મોંઘવારી દરમાં ૩.ર ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટે બુધવાર ૧૦ એપ્રિલ ર૦ર૪ ના મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા છે. મોંઘવારી દરમાં વધારામાં મોટું યોગદાન પેટ્રોલની સાથે શેલ્ટરનું રહ્યું છે જેમાં રેન્ટ સામેલ છે. અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે ર ટકા સુધી મોંઘવારી દર લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જૂન મહિનામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. ફેડ રિઝર્વે ર૦ર૪ માં ત્રણ વખત વ્યાજ દર ઘટાડવાના સંકેત આપ્યા છે, પરંતુ મોંઘવારી દરમાં ઉછાળાની સાથે જૂન મહિનામાં વ્યાજ દરોમાં ઘટાડાની સંભાવનાઓ હવે ધુંધળી થતી નજરે પડી રહી છે.

રોયટર્સે ૦.૩ ટકા મોંઘવારી દરમાં વધારાનું અંદાજ લગાવ્ય્ હતો. વાર્ષિક ૩.૪ ટકા રહેવાનો અંદાજ હતો. જૂન ર૦રર માં મોંઘવારી દરમાં વાર્ષિક ૯.૧ ટકાનો વધારો જોવા મળ્યો હતો અને ત્યારપછી મોંઘવારી દરમાં ઘટાડો આવ્યો હતો. જૂન ર૦ર૪ માં ફેડ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરોમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હતી, પરંતે મોંઘવારી દરમાં વધારાને લઈને ત્યાંના શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ડાઓ જોંસ ૧.૧૮ ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. નેસડેક ૧.૧૩ ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે, તો એસ એન્ડ પી પ૦૦. ૧.૦૬ ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. મોંઘવારી વધવાને લઈને વ્યાજદરોમાં ઘટાડો થવાની સંભાવનાઓ નહીંવત્ હોવાના કારણે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh