Advertisement
Author: નોબત સમાચાર

કેજરીવાલના અંગત સચિવ તત્કાળ અસરથી બરતરફ

વિજિલન્સ વિભાગના વિશેષ સચિવે કર્યો આદેશઃ

નવી દિલ્હી તા. ૧૧: કેજરીાવાલને વધુ એક ઝટકો લાગ્યો છે અને તેમના અંગત સચિવને બરતરફ કરવાનો આદેશ થયો છે.

તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તેમના અંગત સચિવ (પીએ) બિભવ કુમારને બરતરફ કરવામાં આવ્યા છે. વિજિલન્સ વિભાગના વિશેષ સચિવ વાયવીવીજે રાજ શેખરે તાત્કાલિક અસરથી પીએની સેવાઓ સમાપ્ત કરવાના આદેશો જાહેર કરી દીધા છે.

ઉલ્લેખનિય છે કે, બિભવ કુમારની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા લીકર પોલિસી કૌભાંડ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. બિભવ કુમાર વિરૂદ્ધ નોઈડામાં કેસ નોંધવામાં આવ્યો છે જે વિશેની જાણ બિભવ કુમારે પોતાની નિમણૂક સમયે વિજિલન્સ વિભાગને કરી ન હતી, તેથી તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

કોઈપણ ખાનગી વ્યક્તિની નિમણૂક સમયે પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે અને તે વ્યક્તિએ સંબંધિત વિભાગને જણાવવાનું હોય છે કે તેની સામે કોઈ ફોજદારી કેસ નોંધાયોલ નથી, પરંતુ આ માહિતી બિભવ કુમાર દ્વારા સંબંધિત વિભાગને કહેવામાં આવી ન હતી તે તેમનો એક કેસ છે. તેની સામે નોઈડામાં કલમ ૩પ૩, પ૦૪, પ૦૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આથી તેમને પદ પરથી હટાવવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર બિભવ કુમાર વિરૂદ્ધ ર૦૦૭ માં મારપીટનો કેસ નોંધવામાં આવ્યો હતો. સરકારી વિભાગના કર્મચારીઓ સાથે તેમનો ઝઘડો થયો હતો અને મારામારી પણ થઈ હતી. મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં બિભવ વિરૂદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. આ કેસ હાલમાં હાઈકોર્ટમાં પેન્ડીંગ છે અને હજુ સુધી તેમને આ મામલે કોઈ રાહત મળી નથી.

નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ દિવસોમાં તિહાર જેલમાં બંધ છે. ઈડી દ્વારા ર૧ માર્ચે દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. રર મી માર્ચે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવામાં આવ્યા હતાં. ત્યારપછી પહેલી એપ્રિલે કેજરીવાલને કોર્ટે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh