Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાપનાના પ્રારંભિક વર્ષોમાં રાજકીય દાન આપી ન શકાય, છતાં
નવી દિલ્હી તા. ૧૧: દેશની ર૦ કંપનીઓએ તેમની કંપનીના પ્રારંભિક વર્ષોમાં જ રાજકીય દાન માટે ૧૦૦ કરોડના ઈલેકટોરલ બોન્ડ ખરીદીને કાનૂનભંગ કર્યો હોવાના અહેવાલો વહેતા થયા છે.
ઈલેકટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને અપાતા દાનના વિશ્લેષણમાંથી દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે હવે એવી માહિતી સામે આવી છે કે પ્રતિબંધ હોવા છતાં, લગભગ ર૦ કંપનીઓએ તેમની રચનાના ત્રણ વર્ષમાં લગભગ ૧૦૦ કરોડ રૂપિયાના ઈલેકટોરલ બોન્ડ્સ ખરીદ્યા હતાં. તે પણ એવા સમયે જ્યારે દેશ રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને અર્થવ્યવસ્થા ધીમી પડી રહી હતી.
અહેવાલો મુજબ, આ ર૦ કંપનીઓમાંથી પાંચે અસ્તિત્વમાં આવ્યાના એક વર્ષમાં, સાત એક વર્ષ પછી અને અન્ય આઠ કંપનીઓએ માત્ર બે વર્ષ પૂરા કર્યા પછી ઈલેટોરલ બોન્ડ ખરીદ્યા હતાં. ચાર દાયકા જુના નિયમ અનુસાર, કંપનીની રચનાના ત્રણ વર્ષમાં રાજકીય દાન આપવા પર પ્રતિબંધ છે. ૧૯૮પ માં, સંસદે કલમ ર૯૩ એ માં સુધારો કર્યો, અમુક શરતોને આધીન કંપનીઓ દ્વારા રાજકીય દાન પરનો પ્રતિબંધ દૂર કર્યો. એક શરત એવી હતી કે કંપનીઓ સરકારની માલિકીની ન હોવી જોઈએ. અને ત્રણ વર્ષથી ઓછી જુની ન હોવી જોઈએ. કંપની એકટ, ર૦૧૩ ની કલમ ૧૮ર હેઠળ આ કલમ યથાવત રાખવામાં આવી હતી. જ્યારે ફાઈનાન્સ એકટ, ર૦૧૭ ની કલમ ૧પ૪ દ્વારા કલમ ૧૮ર માં સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ કલમ ફરીથી ચૂંટણી બોન્ડની રજુઆત પહેલા જ જાળવી રાખવામાં આવી હતી.
જો કે, સુધારાએ અગાઉની જોગવાઈને દૂર કરી છે જેના દ્વારા કંપની દ્વારા દાનમાં આપવામાં આવેલી રકમ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષો દરમિયાન તેના સરેરાશ ચોખ્ખા નફા પર મર્યાદિત હતી. રાજકીય પક્ષોને કંપનીઓ દ્વારા દાન આપવા પર પ્રતિબંધ પ્રથમ ત્રણ વર્ષ સુધી ચાલુ રહ્યો જ્યારે ચોખ્ખો નફાના ૭.પ ની જોગવાઈ દૂર કરવામાં આવી હતી, ત્યારે ચૂંટણી પંચે ચેતવણી આપી હતી કે શેલ કંપનીઓ દ્વારા કાળા નાણાંનો ઉપયોગ કરી શકે છે.
તાજેતરમાં એવું નોંધવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી પપ કંપનીઓએ ર૦રર થી ર૦ર૪ વચ્ચે રાજકીય પક્ષોને તેમના ચોખ્ખા નફાના ૭.પ ટકાની મહત્તમ મર્યાદા કરતા વધુ દાન આપ્યું છે. આમાંથી ર૦ર૩-ર૪ માં પાંચ અને ર૦રર-ર૪ માં આઠ એવી કંપનીઓ છે જેનો ચોખ્ખો નફો શૂન્ય હતો અથવા તેઓ ખોટમાં હતાં તેમ છતાં તેમણે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને જંગી દાન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial