Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેવા-પૂજા સાથે સંકળાયેલા વ્યક્તિઓ સામે અરજીઃ
ઓખા તા. ૧૧: દ્વારકા નજીક આવેલા નાગેશ્વર જયોર્તિલીંગ મહાદેવ મંદિર સામે ટેબલ રાખી ફૂલ તથા પ્રસાદ વેચતા એક મહિલાને સેવા, પૂજા સાથે સંકળાયેલા બે શખ્સે ગાળો ભાંડી ટેબલ ઉપાડી લેવા ફરમાન કરતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે.
દ્વારકાથી ઓખા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા નાગેશ્વર મંદિર સામે ફૂલ તથા પ્રસાદના વેચાણ માટે દ્વારકાના નયનાબેન જગદીશગીરી ગોસાઈ નામના મહિલાએ ટેબલ મૂક્યું હતું. ત્યાંથી વેચાણ કરવામાં આવતા ફૂલ અને પ્રસાદમાંથી મળતી રકમમાંથી આ મહિલા પરિવાર માટે રોજગાર મેળવે છે. આ મહિલા પોતાના ટેબલ પર ઉપરોક્ત ચીજવસ્તુ વેચતા હતા ત્યારે ત્યાં ધસી આવેલા જયદીપભારથી ગિરધરભારથી અને મહેન્દ્રભારથી ગિરધર ભારથી ગોસ્વામીએ ત્યાંથી ચાલ્યા જવાનું કહી દસેક માણસોને બોલાવ્યા હતા.
ઉપરોક્ત તમામ વ્યક્તિઓ હેકઠા થઈ તારૂ ટેબલ ઉપાડ તેમ કહી ગાળો ભાંડી આ મહિલાને હેરાન કરતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા નયનાબેને મીઠાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી રજૂઆત કરી છે. સામેવાળા જયદીપ તથા મહેન્દ્રભારથી હાલમાં નાગેશ્વર મંદિરમાં સેવા પૂજા કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial