Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાશિદખાને છેલ્લા બોલે ચોગ્ગો ફટકારતા
નવી દિલ્હી તા. ૧૧: ગઈકાલેર રમાયેલી આઈપીએલ ક્રિકેટ મેચમાં છેલ્લા બોલે રોમાંચક વિજય જયો છે. રાશિદખાને છેલ્લા બોલે ચોગ્યો ફટકારીને રાજસ્થાન રોયલના મુખમાંથી વિજયનો કોળિયો છીનવી લીધો હતો.
ગુજરાતને જીતવા છેલ્લી ઓવરમાં ૧પ રનની જરૂર હતી, ત્યારે અવેશની બોલિંગમાં રાશિદે પહેલા બોલે ચોગ્ગો ફટકાર્યા બાદ બે રન લીધા હતાં અને ત્રીજા બોલ ચોગ્ગો ફટકાર્યો હતો ચોથા બોલે તેણે સિંગલ લીધો હતો. પાંચમાં બોલ પર બે રન ૫ૂરા કરીને ત્રીજો રન લેવા જતા તેવટિયા રનઆઉટ થયો હતો. આખરી બોલ પર રાશિદે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.
રાશિદખાને અવેશે નાંખેલી મેચની છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર વિજયી ચોગ્ગો ફટકારતા ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સ સામેની આઈપીએલ ટી-ર૦ માં ત્રણ વિકેટથી દિલધડક જીત હાંસલ કરી હતી. જીતવા માટેના ૧૯૭ ના ટાર્ગેટનો સુધી પહોંચવા ઉતરેલા ગુજરાતે ૭ વિકેટે ૧૯૯નો સ્કોર કર્યો હતો. ગુજરાતને છેલ્લા બોલ પર જીતવા બે રનની જરૂર હતી, ત્યારે રાશિદે (૧૧ બોલમાં ર૪૪) વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. તેથી ગુજજુ ક્રિકેટ રસિયાએ ખુશ થઈ ગયા હતાં.
ગુજરાતને જીતવા માટે છેલ્લા ૧ર બોલમાં ૩પ રનની જરૂર હતી. ત્યારે કુલદીપ સેને નાંખેલી ઈનિંગની ૧૯મી ઓવરમાં ગુજરાતે ર૦ રન લીધા હતાં. તેણે આ ઓવરમાં બે વાઈડ નાંખ્યા હતા અને નોબોલ પર ચોગ્ગો પણ આપ્યો હતો જેના કારણે આખરી બોલ પર બે રનની જરૂર હતી. અને રાશિદે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.
અવેશ છેલ્લા બોલ ફેંકતાની સાથે જ રશિદે જગ્યા બનાવી અને ફોર ઓવર પોઈન્ટ ફટકારીને ગુજરાત ટાઈટન્સને અદભુત વિજય અપાવ્યો. રશિદે કહ્યું કે જ્યાં સુધી તે ક્રિઝ પર છે ત્યાં સુધી બધું શકય છે. આ મેચમાં રશિદે ૧૧ બોલમાં ૪ ચોગ્ગાની મદદથી અણનમ ર૪ રન બનાવ્યા હતાં. રાહુલ તેવટિયાએ પણ બીજા છેડેથી સારી બેટિંગ કરી હતી. તેમણે રર રન બનાવ્યા હતાં. ગુજરાત ટાઈટન્સે આ મેચ ૩ વિકેટે જીતી લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial