Advertisement
Author: નોબત સમાચાર

વિકાસકામો માટે રાજ્યના ર૬ સાંસદોને મળવાપાત્ર ગ્રાન્ટ રૂ. ૪૪૨ કરોડઃ મળ્યા માત્ર ૨૨૦ કરોડ!

કેન્દ્ર સરકારે દોષનો ટોપલો ગુજરાત સરકાર પર ઢોળી દીધો ?

ગાંધીનગર તા. ૧૧: કેન્દ્ર સરકાર દ્વારા દરેક સંસદ સભ્યોને વર્ષના રૂ.  પાંચ કરોડની ગ્રાન્ટ તેમના મત વિસ્તારમાં વિકાસ કાર્યો માટે આપવામાં આવે છે. ર૦૧૯ થી ર૦ર૪ સુધીના પાંચ વર્ષના સમયગાળામાં ગુજરાતના ર૬ સંસદસભ્યોને રપ-રપ કરોડની ગ્રાન્ટ મળવાને બદલે માંડ ૧ર કરોડ જ મળ્યા છે.

એક અહેવાલ મુજબ ર૦૧૯-ર૦ માટે રૂ.  પાંચ કરોડ, ર૦ર૦-ર૧ માં કોરોનાના કારણે શૂન્ય, ર૦ર૧-રર માં રૂ.  પાંચ કરોડના બદલે રૂ. બે કરોડ, ર૦રર-ર૩માં પાંચ કરોડ તો ર૦ર૩-ર૪ માં શૂન્ય ગ્રાન્ટ ફાળવવામાં આવતા આ પાંચ વર્ષમાં પ્રત્યેક સાંસદને રૂ.  ૧૭ કરોડ મળવાપાત્ર ગ્રાન્ટમાંથી રૂ.  ૧ર કરોડ જ ફાળવવામાં આવ્યા... અને તેમાં પણ કેન્દ્ર સરકાર અને ગુજરાત સ્રાજ્ય સરકાર વચ્ચે સંકલનના અભાવે રૂ.  પાંચ વર્ષમાં રૂ.  ૪૪ર કરોડની મળવાપાત્ર ગ્રાન્ટની સામે કેન્દ્ર સરકારે માત્ર રૂ.  રર કરોડ જ રીલીઝ કર્યા હતાં. આમ ગુજરાતમાં સંસદસભ્યોની ગ્રાન્ટમાંથી થવા પાત્ર રૂ.  રરર કરોડની રકમના વિકાસ કામોનો લાભ મળ્યો નથી.

ગુજરાત સરકારે ગ્રાન્ટની રકમનો પ્રોગ્રેસ રિપોર્ટ તથા ગ્રાન્ટના ઉપયોગનું પ્રમાણપત્ર કેન્દ્ર સરકારને નહીં મોકલતા કેન્દ્ર સરકારે ગ્રાન્ટ રીલીઝ કરી  નથી તેવું જાણવા મળે છે. અર્થાત્ કેન્દ્ર સરકારે દોષનો ટોપલો ગુજરાત સરકાર ઉપર ઢોળી દીધો છે. ગુુજરાતમાં ૧૬ સાંસદોને છેલ્લા પાંચ વરસમાં રૂ.  ૯.પ કરોડની ગ્રાન્ટ મળી છે. જ્યારે નવ સાંસદોને પ્રત્યેકને રૂ.  ૭ કરોડ તો એકમાત્ર મોહન કુંડારીયાને કેવલ રૂ.  પાંચ કરોડની ગ્રાન્ટ મળી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh