Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્રણબત્તી વિસ્તારમાં ભગવાન ઝુલેલાલજીનાં મંદિરે વહેલી સવારથી પ્રભાત આરતીથી પૂજન-અર્ચન, પ્રસાદ વિતરણ સહિતનાં ધર્મકાર્યો આરંભ કરી દેવામાં આવ્યા હતાં. યુવા સંગઠન દ્વારા બાઇક રેલી યોજાઇ હતી. સમૂહ જનોઇ અને સમૂહ પ્રસાદી પછી ઝુલેલાલ ભગવાનનાં ભહેરાણા સાહેબ (અખંડ જ્યોત) ની શોભાયાત્રા યોજાઇ હતી. શોભાયાત્રા નાનકપુરીથી પ્રસ્થાન પામી ક્રમશઃ દિગ્વિજય પ્લોટ, હવાઇ ચોક, બર્ધન ચોક, ચાંદી બજાર થઇ ઝુલેલાલ મંદિરે સંપન્ન થઇ હતી. શોભાયાત્રામાં સિંધી સમાજનાં આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં. વિવિધ ધાર્મિક - સામાજીક સંગઠનો તથા અગ્રણીઓ દ્વારા ઠેર-ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial