Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૯ મી એપ્રિલ પછી પાંચ-છ દિવસ સુધી
નવી દિલ્હી તા. ૧૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ મી એપ્રિલથી પાંચ-છ દિવસનો પ્રવાસ કરીને ગુજરાતના મહાનગરોમાં રોડ-શો સાથે ચૂંટણીસભાઓ ગજવશે. આ પ્રકારનું આયોજન ગોઠવાઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.
લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કે ગુજરાત સહિત ૧ર રાજ્યોની ૯૪ બેઠકો માટે ૧ર મી એપ્રિલને શુક્રવારે નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ રહ્યું છે. આ દિવસથી ર૦ મી એપ્રિલ સુધી ચૂંટણી અધિકારીઓ સમક્ષ ઉમેદવારીપત્ર ભરવા માટેનો સમય નક્કી થયો છે. દરમિયાન પહેલા તબક્કાની ચૂંટણીમાં દેશના ર૧ રાજ્યોમાં ૧૦ર બેઠકો માટે ૧૯ મી એપ્રિલે મતદાન યોજાનારા છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ મી એપ્રિલ અથવા તે પછી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર, સભાઓને સંબોધશે, રોડ શો યોજશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચથી છ દિવસ ગુજરાતમાં ફાળવી શકે તેવું આયોજન ચાલી રહ્યું છે. જેમાં ચારેય ઝોનમાં આઠેક ચૂંટણી સભાઓ અને અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં તેમના રોડ-શોનું આયોજન વિચારણા હેઠળ છે. આખરી કાર્યક્રમ સત્તાવાર હવે પછી જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પ્રચાર પહેલા ૧પ અને ૧૬ એપ્રિલ તેમજ ૧૮ થી ર૦ મી એપ્રિલ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ પણ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીઓ પણ ગુજરાતના પ્રવાસે રહેશે. ર૧ રાજ્યોમાં ૧૦ર મતક્ષેત્રોમાં પહેલા તબક્કાની ચૂંટણીમાં ૧૯ એપ્રિલે મતદાન પૂર્ણ થયા બાદ ર૬ મી એપ્રિલે બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૮૯ બેઠકો માટે મતદાન યોજાનાર છે. પહેલા અને બીજા તબક્કામાં અધિકાંશ રાજ્યો ભાજપ શાસિત છે. આથી આવા રાજ્યોના મુખ્યમંત્રી , નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ પણ ર૧ એપ્રિલથી પાંચમી મે સુધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે. જેમના માટે લોકસભાના ઉમેદવારો, સ્થાનિક સંગઠનો પાસેથી સભા કે પ્રચાર માટે રોડ-શો સહિતના કાર્યક્રમોની માંગણી કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial