Advertisement
Author: નોબત સમાચાર

વિરૂદ્ધનગરના કોંગ્રેસના ઉમેદવાર પર લોકોને જાહેરમાં રૂપિયા વહેંચવાનો આરોપ

તમિલનાડુમાં 'કેશ ફોર વોટ'નો કિસ્સોઃ

ચેન્નાઈ તા. ૧૧: તમિલનાડુમાં મદુરાઈની વિરૂદ્ધનગરની બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં લોકોને જાહેરમાં રૂપિયા વહેંચ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

લોકસભા ર૦ર૪ ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. આ વચ્ચે તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને રૂપિયા આપવાનો મામલો સામે આવ્યો છે. તમિલનાડુની તમમ ૩૯ લોકસભા બેઠકો માટે પ્રથમ તબક્કામાં ૧૯ એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે રાજ્યના મદુરાઈ જિલ્લાની વિરૂદ્ધનગર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મણિકમ્ ટાગોર પર ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને 'રૂપિયા' આપવાનો આરોપ લાગ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના વિરૂદ્ધનગર બેઠકના ઉમેદવાર મણિકમ્ ટાગોરના ચૂંટણી પ્રચાર દરમિયાન ચલણી નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં, મણિકમ્ ટાગોર વિરૂદ્ધનગરમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં હાજર લોકોને કથિત રીતે રૂપિયા આપવાનો વીડિયો અસલી છે. અગાઉ બુધવારે ટાગોરે મદુરાઈમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટી સમર્થકો અને સ્થાનિકોને સંબોધિત કર્યા હતાં.

નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં તામિલનાડુની તમામ ૩૯ બેઠકો પર ૧૯ એપ્રિલે મતદાન થશે. ર૦૧૯ ની સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસે વીસીકે, એમડીએમકે, સીપીઆઈ, સીપીઆઈ(એમ), આઈયુએમએલ, એમએમકે, કેએમડીકે, ટીવીકે અને એઆઈએફબી સમાવિષ્ટ ડીએમકેની આગેવાની હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સે ૩૯ માંથી ૩૮ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. ર૦૧૯ માં ડીએમકેએ ૩૩.ર ટકા વોટ શેર સાથે ર૩ લોકસભા બેઠકો જીતી હતી. કોંગ્રેસે ૧ર.૯ ટકા વોટ શેર સાથે ૮ બેઠકો અને સીપીઆઈએ તમિલનાડુમાં બે બેઠકો જીતી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh