Advertisement
Author: નોબત સમાચાર

રૂપિયા છ લાખના ચેક પરતના કેસમાં દોઢ વર્ષની કેદ અને ફટકારાયો દંડ

અન્ય એક કેસમાં એક વર્ષની કેદની સજાઃ

જામનગર તા. ૧૧: જામનગરના એક આસામીને ચેક પરતના કેસમાં અદાલતે દોઢ વર્ષની કેદની સજા અને રૂપિયા દોઢ લાખનો દંડ ફટકાર્યાે છે. જ્યારે એક સોસાયટીએ પોતાના સભાસદ સામે રૂ. ૮૮,૨૬૦ના ચેક પરતની કરેલી ફરિયાદમાં એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જામનગરના શૈલેષભાઈ મણીલાલ રાઠોડ નામના આસામી પાસેથી તેમના મિત્ર બકુલ લાલવાણીએ રૂ. ૬,૦૦,૦૦૦ હાથઉછીના મેળવી પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા શૈલેષભાઈએ કોર્ટમાં કેસ કર્યાે હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી બકુલ લાલવાણીને તક્સીરવાન ઠરાવી દોઢ વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ મોહસીન કે. ગોરી રોકાયા હતા.

જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલા મોમાઈનગરમાં બુક સ્ટોર ચલાવતા ઉમેશભાઈ નટવરલાલ મહેતાએ કેશરીનંદન ક્રેડીટ કો. ઓપ. સોસાયટીમાંથી લોન મેળવી હતી. તે રકમ ભરપાઈ કરવા રૂ. ૮૮,૨૬૦નો ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા સોસાયટીએ અદાલતમાં કેસ કર્યાે હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે હતો. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, એચ.એમ. ધામેલીયા, ગૌરાંગ મુંજપરા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh