Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગરીબનગર તથા સમાણામાં જુગારના દરોડાઃ
જામનગર તા. ૧૧: જામનગરના રામેશ્વરનગર પાસે માતૃઆશિષ સોસાયટીમાં ગઈકાલે બપોરે ગંજીપાનાથી જુગાર રમતા બે મહિલા સહિત ચાર પકડાયા હતા. ગરીબનગર પાણાખાણમાંથી ત્રણ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. શેઠવડાળામાંથી ચાર પત્તાપ્રેમી ઝડપાયા હતા.
જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાસે આવેલી માતૃ આશિષ સોસાયટીની શેરી નં.૨ માં એક મકાન પાસે ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા માયાબેન કેશવભાઈ મંગવાણી ઉર્ફે માલાબેન, નંદલાલ વેલુમલ વધવાઈ, અભેસંગ કનુભા સોઢા, ગંગારામ રીંજુમલ સિંધી લોહાણા નામના ચાર વ્યક્તિ પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. પટમાંથી રૂ. ૫૬૬૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.
જામનગરના ગરીબનગર પાણાખાણમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા એજાઝ રઝાક મુનરાઈ, હનીફ અબુભાઈ ચકા, રમઝાન ઓસમાણ શકીયા નામના ત્રણ શખ્સ રૂ. ૫૮૦૦ સાથે ઝડપાઈ ગયા હતા.
જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં જૂના વાસમાં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટી રહેલા લાખાભાઈ સીદાભાઈ પરમાર, જાદવભાઈ વીરાભાઈ પરમાર, અમરાભાઈ વીરાભાઈ પરમાર, પરબત સીદાભાઈ પરમાર નામના ચાર શખ્સને પોલીસે રૂ. ૧૩૭૦ રોકડા સાથે ઝડપી લીધા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial