Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના ત્રણ સામે પાસા

દારૂબંધી ભંગના નોંધાયેલા છે ગુન્હાઃ

જામનગર તા. ૧૧: દ્વારકા જિલ્લામાં દારૂબંધી ભંગ અંગેની પ્રવૃત્તિઓ આચરતા ત્રણ શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્વે અસામાજિક તત્ત્વોને પાંજરે પૂરવા માટે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે આપેલી સૂચનાના પગલે ગઈકાલે ત્રણ શખ્સને પાસા હેઠળ પકડી લેવાયા છે.

ખંભાળિયા, ભાણવડ તથા દ્વારકા તાલુકામાં અંગ્રેજી શરાબની હેરાફેરીના ગુન્હામાં ઝડપાયેલા ઓઘડ લાખા મોરી તેમજ ઓખા મંડળના આરંભડાના મહેકભા મૂળુભા કેર તથા કલ્યાણપુરના કમલેશ જેતા ભારવડીયા નામના ત્રણ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી.

તે દરખાસ્તને મંજૂર કરવામાં આવતા ગઈકાલે દ્વારકા એલસીબીએ ત્રણેય શખ્સની અટકાયત કરી લીધી હતી. જેમાંથી ઓઘડ મોઈને સુરતની લાજપોળ જેલમાં, કમલેશને સાબરમતી જેલમાં તથા મહેકભાને વડોદરાની સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh