Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘાયલ બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળઃ મૃતાંક વધી શકે
ચંદીગઢ તા. ૧૧: હરિયાણાના મહેન્દ્રગઢમાં ગમખ્વાર અકસ્માતમાં ૬ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે, અને અનેક બાળકો સારવાર હેઠળ છે, જે પૈકી કેટલાક ગંભીર હોવાનું જાણવા પામે છે.
હરિયાણાના મહેન્દ્રગઢમાં ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ બસે કાબૂ ગુમાવતા પલટી ગઈ હતી. બસમાં ૩પ થી ૪૦ બાળકો સવાર હતાં જેમાંથી ૬ બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ આ અકસ્માત મહેન્દ્રગઢ જિલ્લાના કનિના શહેરમાં થયો હતો. અકસ્માતનો ભોગ બનેલી બસ ખાનગી શાળાની હતી. આ અકસ્માતમાં ૧પ જેટલા બાળકો ઘાયલ થયા છે. આ અકસ્માત કનીબાનગર પાસે કનિના દાદરી રોડ પર થયો હતો. નજીકની હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે. કેટલાક બાળકો ગંભીર સ્થિતિમાં હોવાથી મૃતાંક વધી પણ શકે છે.
ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. સ્થાનિક લોકોનો દાવો છે કે બસ ડ્રાઈવર નશાની હાલતમાં હતો. થોડા સમય પછી પોલીસ અને પ્રશાસનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા પછી ઘાયલ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોના આક્ષેપો પછી પોલીસ બસ ડ્રાઈવર દારૂના નશામાં હતો કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ આ બસ ખાનગી શાળા જીએલ પબ્લિક સ્કૂલની હતી, સાથે જ એવી પણ માહિતી સામે આવી રહી છે કે આજે સરકારી રજાના દિવસે શાળા શરૂ રાખવામાં આવી હતી. બાળકોને લેવા માટે શાળામાંથી બસ મોકલવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial