Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુલાબકુંવરબા આયુ. સોસાયટી, લાયન્સ ઈસ્ટ અને
જામનગર તા. ૧૧: જામનગરમાં શેલ્બી મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ (અમદાવાદ), લાયન્સ કલબ ઓફ જામનગર (ઈસ્ટ) અને શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટીના સહયોગથી નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનું દિપ પ્રાગટ્ય આર.કે. શાહે કર્યું હતું. કેમ્પમાં ડો. અજીત ગોહિલ, ડો. શિવકુમાર બાલી, ડો. રવિ ઢોલરીયા, ડો. જૈવિક વાઘેલા, ડો. શિવમ પંડ્યા તથા ફીઝીયોથેરાપીસ્ટ ડો. જય સાતા, ડો. હિરલ સાતાએ જુદા જુદા રોગોના રપ૧ દર્દીઓને તપાસ કરીને નિદાન કર્યું હતું. જે પૈકી ઓર્થોપેડીકના ૧૯૮, સ્પાઈનના ર૮, હૃદયના ૧૭ અને કેન્સરના ૮ દર્દીઓનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. કેટલાંક દર્દીઓના અગાઉ ઓપરેશન થયા હતા તેમના ટાકા તોડવામાં આવ્યા હતાં. વિશેષમાં મણકા, સ્પાઈન, હૃદય અને કેન્સરના દર્દીઓની તપાસ-સારવાર કરવામાં આવી હતી અને કેમ્પમાં આશિષભાઈ આચાર્ય દ્વારા હાડકાની ઘનતા માપવામાં આવી હતી. સમગ્ર કેમ્પના આયોજનને સફળ બનાવવા સર્વ શ્રી મનુભાઈ ભણશાલી, કિર્તીબેન ફોફરીયા, અમરજીતભાઈ, ગોવિંદભાઈ ભાટુ, ધીરજભાઈ ગોંડલીયા, હરેશભાઈ ભાટુ, એ.કે. મહેતા, વાદીભાઈ, ડો. ગઢવી, કાથરોટીયા, આશિષભાઈ (શેલ્બી), જયભાઈ પટેલ, અરવિંદભાઈ , આશુતોષભાઈએ જહેમત લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial