Advertisement
Author: નોબત સમાચાર

જામનગરથી માટેલ જતા પદયાત્રીઓ માટે ચા-પાણી મેડિકલ સેવા માટે કેમ્પ યોજાશે

શ્રી શુભલક્ષ્મી ગ્રુપ (સેવા મંડળ)નું આયોજનઃ

જામનગર તા. ૧૧: છેલ્લા કેટલાક વર્ષોથી ચૈત્રી નવરાત્રિ દરમિયાન જામનગરથી માટેલ  પદયાત્રિઓના સંઘ રવાના થાય છે. તેમની સેવામાં છેલ્લા ર૩ વર્ષથી શ્રી શુભલક્ષ્મી સેવા મંડળ દ્વારા જુદી જુદી જગ્યાએ જરૂરી મેડિકલ કેમ્પ તથા નાઈટ હોલ્ડ (આરામ કરવાની સુવિધા) છાસ, પાણીની બોટલ, ઠંડા રૂમાલ વિતરણના સેવા કેમ્પ રાખવામાં આવે છે.

જામનગરથી તા. ૧૩-૪-ર૪ શનિવારના બપોરે સંઘ રવાના થશે. રાત્રે સોયલ ટોલનાકા પાસે મેડિકલ કેમ્પ તથા તા. ૧૩-૪-ર૪ શનિવારના રાત્રે ધ્રોલ પટેલ સમાજની વાડી, અની હોટલથી બાજુના રોડ પર શ્રી ભાણજી ભીમજી પટેલ સમાજની વાડીમાં રાત્રી રોકાણ જેમાં નાહવા, ધોવાની, ગરમ પાણી તથા આરામ કરવા તથા ચા-દૂધ-કોફી, તથા નાસ્તાની સુવિધા રાખવામાં આવી છે.

તા. ૧૪-૪-ર૪ રવિવાર લતીપર હનુમાનજીના મંદિરમાં મેડિકલ કેમ્પ તથા લતીપર ગૌશાળા મેડિકલ કેમ્પ તથા અક્ષર વેન્ચર્સ બંગાવાડી ગામ પાસે, બાબારામદેવ હોટલ સામે, મેડિકલ કેમ્પ કરી સાંજે સરાયાના પાટીએ અબુભાઈની હોટલ પાસે મેડિકલ કેમ્પ તથા રાત્રિ રોકાણ મચ્છુ માતાજીના મંદિર ભરવાડ સમાજની વાડી, ડેરીનાકા રોડ, ફુલીયા હનુમાનજી મંદિર બાજુમાં, ટંકારા ચોકડી પાસે રાત્રિ રોકાણ જેમાં નહાવા, ધોવાની, ગરમ પાણી તથા આરામ કરવા તથા ચા-દૂધ, તથા નાસ્તો રાખેલ છે.

તા. ૧પ-૪-ર૪ સોમવારના પંચાસીયા ગામમાં ઓફિસ પાસે મેડિકલ કેમ્પ કરી સેવા આપશે. તથા સજજનપર કોઠારીયા, પંચાસીયાના આજુબાજુના ગામોમાં છાસ, ઠંડાપાણીની બોટલ, ઠંડા રૂમાલની સેવા શ્રી શુભલક્ષ્મી ગ્રુપ (સેવા મંડળ)ના સ્વયં સેવકો દ્વારા આપવામાં આવશે. જેનો પદયાત્રીઓ તથા સેવકગણને લાભ લેવા પ્રમુખ મનોજ સી.પરમારએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh