Advertisement
Author: નોબત સમાચાર

વૈશ્વિક વલણોના કારણે સોના-ચાંદીની ચમક વધીઃ સોનું ૭પ હજારની સપાટીએ પહોંચશે?

ગઈકાલે સ્થાનિક બજારમાં સોનાના ભાવ ૭ર હજારની સપાટીએ હતાં

નવી દિલ્હી તા. ૧૧: વૈશ્વિક બજારના સકારાત્મક વલણો વચ્ચે બુધવારે સોનાના ભાવ સ્થાનિક બજારમાં રૂ.  ૭ર,૦૦૦ ની નવી ઓોલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડેટા અનુસાર મંગળવારે સોનું રૂ.  ૭૧,૮૩ર અને બુધવારે ૭૧,૮૩ર પ્રતિ દસ ગ્રામ હતું, જો કે હાજર બજારમાં સોનું (૯૯૯) રૂ.  ૭ર,૦૪૮ ની ટોચે પહોંચી ગયું હતું. આટલું જ નહીં, સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં વધારાનો ટ્રેન્ડ યથાવત્ છે.

ચાંદી રૂ.  ૩૬૮ ના ઉછાળા સાથે રૂ.  ૮ર,૪૬૮ ની સર્વકાલીન ઊંચી સપાટીએ છે, જ્યારે મંગળવારે તે ૮ર,૧૦૦ રૂપિયાના સ્તરે હતો. યુએસ ફૂગાવાના ડેટાને જોતા તે સ્પષ્ટ છે કે યુએસ ફેડરલ રિઝર્વે તેના પ્રસ્તાવિત વ્યાજ દર ઘટાડાથી પાછળ હટવાની જરૂર નથી. જૂનમાં અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો થવાની પ્રબળ સંભાવનાને કારણે સોના અને ચાંદીના ભાવ મજબૂત થઈ રહ્યા છે અને ભવિષ્યમાં તે ચાલુ રહેશે. ઘણાં દિવસોથી સોનામાં તેજી જોવા મળી રહી છે, પરંતુ અમેરિકામાં જૂન મહિનામાં વ્યાજદરમાં ઘટાડો થવાની પ્રબળ સંભાવનાને કારણે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે.

આ સિવાય વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકોએ સોનાની ખરીદીમાં વધારો કર્યો છે. ચીનની સેન્ટ્રલ બેંક આમાં સૌથી આગળ રહી છે. રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને ભૂ-રાજકીય જોખમોના કારણે પણ સોના-ચાંદીના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે.

વિદેશી બજારોમાં મજબૂત વલણના સંકેતો જોતા, સ્થાનિક બજારોમાં ર૪ કેરેટ સોનાની હાજર કિંમત નવા રેકોર્ડ સ્તરે પહોંચી છે. વેપારીઓએ મોમેન્ટમ ચાલુ રાખ્યું છે. સોનાના ભાવને રોજેરોજ નવી ઊંચાઈએ ધકેલી રહ્યા છે. વધુમાં ડોલર ઈન્ડેક્સ ટ્રેડ થઈ રહ્યો છે અને યુએસ બોન્ડ ચીલ્ડમાં ઘટાડો થયો છે, જે સુરક્ષિત-હેવન અસ્ક્યામતોને વધારાનો ટેકો પૂરો પાડે છે. નિષ્ણાતોનું માનીએ તો આવનારા દિવસોમાં તેની કિંમત ૭પ,૦૦૦ રૂપિયા સુધી જઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh