Advertisement
Author: નોબત સમાચાર

રવિપાર્ક ટાઉનશીપમાં વોટર સપ્લાઈનું કોઈ ટાઈમ-ટેબલ નહીં જળવાતા રહીશો પરેશાન

નદીકાંઠે જ તરસ્યા રહેવા જેવો ઘાટઃ

જામનગર તા. ૧૧: જામનગરમાં ઢીંચડા તરફ આવેલા રવિપાર્ક ટાઉનશીપની હજારોની વસતિને હમણાંથી વોટર-સપ્લાઈની અનિયમિતતાના કારણે પરેશાની ભોગવવી પડતી હોવાની રાવ ઊઠી રહી છે.

આ સમ્ર વિસ્તારની સોસાયટીઓ તથા યાદવનગર-તિરૂપતિ વિસ્તારના ઘણાં ભાગોમાં મહાનગરપાલિકા દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવા માટે જે ઓવરહેડ ટેન્ક લગાડવામાં આવી છે, તે રવિપાર્ક ટાઉનશીપમાં જ આવી હોવા છતાં આ જ ટાઉનશીપમાં હમણાંથી પાણી પુરવઠો કોઈપણ ટાઈમટેબલ વગર દિવસે કે મોડી રાત્રે ગમે ત્યારે એકાંતરા અપાતો હોવાથી ગૃહણિઓ મુશ્કેલી અનુભવી રહી છે, તેથી રહીશો પણ પરેશાની વ્યક્ત કરી રહ્યા છે.

ઘણાં વર્ષો સુધી આ ટાઉનશીપને ટેન્કરો દ્વારા પાણી પુરવઠો અપાયા પછી છેલ્લા દોઢ-બે વર્ષથી આ ટાઉનશીપને તબક્કાવાર નળજોડાણો અપાયા છે અને આ ટાઉનશીપના રહીશો વોટર ચાર્જ પણ મરે છે, જ્યારે નળ દ્વારા પાણી પુરવઠો આપવાનું શરૂ થયું, ત્યારે એકાંતરા બપોરે ત્રણેક વાગ્યે નિયમિત પાણી પુરવઠો આવતો હતો તેથી લોકોને પહેલેથી પાણી ભરવાની રોજીંદી વ્યવસ્થા અને આયોજનમાં સરળતા રહેતી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ ટાઉનશીપમાં બપોરથી માંડી રાત સુધીમાં ગમે ત્યારે એકાંતરા પાણી પુરવઠો તબક્કવાર અપાય છે, અને તેની કોઈ જાણ પણ સ્થાનિક રહીશોને હોતી નથી, તેથી ઘણી વખત લોકોની અંડરગ્રાઉન્ડ ટાંકીઓમાં નળ ચાલુ રહી જાય, તો માર્ગો પર પાણીની રેલમછેલ થઈ જાય, કાદવ-કીચડ થાય અને પાણી પણ વેડફાઈ જાય.

ઘણી વખત શરૂઆતમાં ખૂબ જ ધીમી ધારે પાણી આવે, પછી બંધ થઈ જાય, અને ગમે ત્યારે ફૂલફોર્સથી આવવા લાગે, અને તેનું કોઈ ચોક્કસ ટાઈમીંગ નહીં હોવાથી ઘણી વખત ઘણાં રહીશો પાણી ભરવાથી વંચિત રહી જાય અને ટાઉનશીપમાં જ મનપાની ઓવરહેડ ટેન્ક હોવા છતાં પાણી વિહોણા રહી જાય, તેવી નદીકાંઠે હોવા છતાં તરસ્યા રહેવા જેવો ઘાટ સર્જાતો હોય છે. આ સ્થિતિની મનપાના ઉચ્ચ અધિકારીઓ કે એન્જિનિયરોને કદાચ ખબર પણ પડતી નથી, આથી નગરમાં પાણી પુરવઠાની નિયમિતતાનું ચેકીંગ પણ કરતા રહેવું જરૂરી છે, તેવો જનમત ઊભો થઈ રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh