Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાદનપર પાટિયા પાસેથી નગરનો શખ્સ ઝબ્બેઃ
જામનગર તા. ૧૧: જામનગરના મહાપ્રભુજી બેઠક રોડ પર ચેકપોસ્ટ નજીકથી જઈ રહેલા શખ્સના કબજામાંથી પોલીસે દારૂની બોટલ કબજે કરી છે. એલસીબીએ એક શખ્સના મકાનમાંથી દારૂની બોટલ કબજે કરી છે.
જામનગરના કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક રોડ પર ચેકપોસ્ટ પાસેથી ગઈકાલે રાત્રે પસાર થતાં ભોઈવાડામાં રહેતા મેહુલ રમેશભાઈ પાટડીયા નામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા તેના કબજામાંથી દારૂની બોટલ મળી આવી હતી.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ભીમવાસની શેરી નં.૨માં આવેલા અજય ઉર્ફે ગુગન મનસુખભાઈ પરમાર નામના શખ્સના મકાનમાં ગઈકાલે રાત્રે એલસીબીના સ્ટાફે દરોડો પાડી ચેક કરતા ત્યાંથી દારૂની બોટલ મળી હતી. એલસીબીએ બોટલ કબજે કરી અજયની શોધ હાથ ધરી છે.
જોડિયા તાલુકાના બાદનપર ગામના પાટિયા પાસેથી ગઈરાત્રે જઈ રહેલા હાલમાં જામનગરના ધરારનગર રમાં રહેતા જુલ્ફીકાર ઉર્ફે કારા આદમ કાતીયાર નામના શખ્સને પોલીસે રોકી ચેક કરતા તેના કબજામાંથી દારૂની પોણી બોટલ મળી આવી હતી.
જામજોધપુર શહેરમાંથી મેલાણ ગામનો વિજય ગોરધનભાઈ સુરેલા નામનો શખ્સ દારૂની અડધી બોટલ સાથે ઝડપાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial