Advertisement
Author: નોબત સમાચાર

ચંદ્રયાન-૩ ની ટીમને મળ્યો યુએસ ફાઉન્ડેશનનો સર્વોચ્ચ જહોનએસ જેક સ્વિગર્ટ જુનિયર પુરસ્કાર

ઈસરોના વૈજ્ઞાનિકોએ વગાડ્યો દુનિયામાં ડંકોઃ

નવી દિલ્હી તા. ૧૧: આઈએસઆરઓના વિજ્ઞાનીઓનો વિશ્વમાં ડંકો વાગ્યો છે. ચંદ્રયાન-૩ ની ટીમને યુએસ સ્પેશ ફાઉન્ડેશનનો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

ભારતના આંતરિક વિજ્ઞાનીઓનો ડંકો દુનિયાભરમાં વાગી રહ્યો છે. સ્પેશ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિનું ઉદાહરણ તેઓએ ચંદ્રયાન-૩ ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફટ લેન્ડીંગ કરાવ્યું તે છે, આ પૂર્વે ભારતે પહેલા જ પ્રયત્ને મંગળયાન સફળ રીતે મંગળ પર ઉતારી વિશ્વને ચકિત કરી દીધું હતું. અત્યારે ભારતનું સૂર્યયાન સૂર્ય તરફ ગતિ કરી તેથી ભ્રમણ કક્ષામાં ગોઠવાઈ રહ્યું છે.

ઈસરોના વિજ્ઞાનીઓની સમગ્ર ટીમે ટીમ વર્ક દ્વારા આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેથી સમગ્ર ટીમને ર૦ર૪નો જ્હોન એસ જેક સ્વિગર્ટ જુનિયર પુરસ્કાર એનાયત કરાયો છે. કોલોરાડોમાં વાર્ષિક અંતરીક્ષક્ષ સંગોષ્ટીના ઉદ્ધાટન સમયે ઈંડીયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) તરફથી હ્યુસ્ટન સ્થિત ભારતના મહાવાણિજય દૂત ડી.સી. મંજૂનાથે આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો, જે. યુ.એસ. સ્પેશ ફાઉન્ડેશનનો સર્વોચ્ચ પુરસ્કાર છે.

આ સંસ્થાએ તેના પ્રેસ રીલીઝમાં જણાવ્યું છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરનારા પહેલા દેશ તરીકે ઈસરોના મિશન ચંદ્રયાન-૩ માનવીની અંતરિક્ષ સંશોધન આકાંક્ષાઓની સમજ અને સહયોગ માટે નવા ક્ષેત્રો સુધી વિસ્તારીત કરે છે. આ સ્પેશ ફાઉન્ડેશનના મુખ્ય અધિકારી હીદર-પ્રિંગલે આ પુરસ્કારની ઘોષણા કરતા કહ્યું: અંતરિક્ષમાં ભારતનું નેતૃત્વ વિશ્વ માટે પ્રેરણા દાયક છે. ચંદ્રયાન-૩ ની ટીમના અગ્રણી કાર્યને અંતરિક્ષ સંશોધન ક્ષેત્રના સ્તરને ફરી વધારી દીધું છે. ચંદ્રયાન-૩નું સોફટ લેન્ડીંગ આપણા સૌ માટે ઉદાહરણરૂપ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh