Advertisement
Author: નોબત સમાચાર

જમાઈએ કાકાજી સામે રૂ. ૧ લાખના ચેક પરતની કરેલી ફરિયાદમાં કેદસજા

ચેકની રકમ વળતરપેટે ચૂકવવા હુકમઃ

જામનગર તા. ૧૧: જામનગરના એક આસામીએ પોતાના કાકાજી સસરા સામે રૂ. દોઢ લાખના ચેક પરતની ફરિયાદ કોર્ટમાં નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરાયો છે. જામનગરના રાકેશ રવજીભાઈ ભાનુશાળી પાસેથી તેના કાકાજી મંગળદાસ ચત્રભુજ નંદાએ રૂ. દોઢ લાખ હાથઉછીના લઈ તેની પરત ચૂકવણી માટે બે ચેક આપ્યા હતા. તે ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ અપાઈ હતી. તેમ છતાં રકમ ન ચુકવાતા રાકેશ રવજીભાઈએ કોર્ટમાં કેસ કર્યાે હતો. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી મંગળદાસ ચત્રભુજ નંદાને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ ફરિયાદીને વળતરપેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. વળતર ન ચૂકવવામાં આવે તો વધુ ત્રણ મહિનાની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ કનખરા, ભાવિક નાખવા, યશ કટારમલ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh