Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૨ વર્ષ પહેલાં નોંેંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૧૧: જામનગર શહેર જિલ્લામાં ૩૨ વર્ષ પહેલાં પડેલા દુકાળમાં નાગરિકોને પીવાનુું પાણી પૂરૃં પાડવાનો કોન્ટ્રાક્ટ મેળવનાર આસામી તેમજ એક તલાટી સહિતના પાંચ વ્યક્તિ સામે સરકારી નાણાની ઉચાપત કરવા અંગે ગુન્હો નોંધાયો હતો. આ કેસમાં તમામ આરોપીનો છૂટકારો ફરમાવાયો છે.
૩૨ વર્ષ પહેલાંના આ બનાવની વધુ વિગત મુજબ જે તે વખતે જામનગર શહેર તથા જિલ્લામાં દુકાળ પડ્યો હતો. તત્કાલિન સરકારે શહેર તથા છેવાડાના ગામોમાં પીવાનું પાણી ટેન્કરથી પહોંચાડવાનું આયોજન કર્યું હતું. તે વેળાએ જિલ્લા કલેક્ટર દ્વારા પાણી પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ કિરીટસિંહ પ્રતાપસિંહને આપ્યો હતો. તે પછી કોન્ટ્રાક્ટરે બોગસ બીલ બનાવી, મંજૂર કરાવી લઈ સરકારી નાણાની ઉચાપત કર્યાની ફરિયાદ ઉઠી હતી.
આ બાબતની જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરાતા કોન્ટ્રાક્ટર તથા અન્ય વ્યક્તિઓએ નકલી રબ્બર સ્ટેમ્પ બનાવી, ખોટા બીલ બનાવી, સરપંચોની ખોટી સહી બતાવી લાખો રૂપિયાની ઉચાપત કર્યાનું ખૂલતા કિરીટસિંહ તથા ખેંગારજી જાડેજા, પ્રભુલાલ હરવરા, લાવડીયા ગામના પ્રવીણસિંહ ધીરૂભા, તલાટી વિરમદેવસિંહ ચુડાસમા સામે સિટી મામલતદારે ગઈ તા.૨૧-૬-૯૨ના દિને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે ગુન્હા દાખલ કર્યા હતા.
ઉપરોક્ત કેસ ચાલી જતાં મામલતદાર, પ્રિન્ટીંગ પ્રેસવાળા, રબ્બર સ્ટેમ્પ બનાવનાર વ્યક્તિ સહિત નવ સાહેદની જુબાની અને અન્ય દસ્તાવેજી પુરાવા રજૂ થયા હતા. તેની સામે આરોપી પક્ષે દલીલ કરી હતી કે, આરોપીઓને ગુન્હા સાથે સાંકળી શકાય તેવા કોઈ પુરાવા રજૂ થયા નથી, કેસનો મુદ્દામાલ રજૂ કરવા કોર્ટે જણાવ્યું હોવા છતાં તે રજૂ કરાયા નથી. અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી તમામ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી કિરીટસિંહ તરફથી વકીલ અશોક નંદા, પૂનમ પરમાર, કેયુરી માલદે, અશ્વિની પાણખાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial