Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એશિયન ડેવલપમેન્ટ બેંકે અંદાજ વધાર્યોઃ
નવી દિલ્હી તા. ૧૧: ભારતનો જીડીપી ગ્રોથ આ વર્ષે ૭ ટકા રહેવાનો અંદાજ એશિયન ડેવલપમેન્ટ બેંકે કર્યો છે.
એશિયન ડેવલપમેન્ટ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો જીડીપી ગ્રોથ અંદાજ ૦.૩ ટકા વધારી ૭ ટકા કર્યો છે. એડીબીએ અગાઉ ૬.૭ ટકાનો અંદાજ આપ્યો હતો. દેશમાં ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં રોકાણો વધવાની સાથે માગ વધવાની શક્યતા દર્શાવી છે, જેના પગલે ગ્રોથ અંદાજ વધાર્યો છે.
ભારતના મેન્યુફેક્ચરીંગ અને સર્વિસ સેક્ટરમાં ઝડપી અને મજબૂત ગ્રોથ નોંધાયો છે. ગ્રાહકોની માગમાં પણ સુધારાના કારણે એકંદરે ગ્રોથમાં સુધારો જોવા મળ્યો છે. ફૂગાવમાં ઘટાડાના પગલે મોનેટરી પોલિસીમાં પણ સુધારાનો આશાવાદ છે. નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટે એડીબીએ જીડીપી ગ્રોથ અંદાજ ૭.ર ટકા નિર્ધારિત કર્યો છે.
તાજેતરમાં જ વર્લ્ડ બેંકે નાણાકીય વર્ષ ર૦ર૪-રપ માટે જીડીપી ગ્રોથ અંદાજ ૦.ર ટકા વધારી ૬.૬ ટકા કર્યો છે. વર્લ્ડ બેંકે ગત્ નાણાકીય વર્ષ માટે ભારતનો જીડીપી અંદાજ ૧.ર ટકા વધારી ૭.પ ટકા કર્યો છે. વર્લ્ડ બેંકે સર્વિસ અને ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં તેજીની શક્યતા દર્શાવતા અંદાજ વધાર્યો હોવાનું જણાવ્યું છે. આરબીઆઈએ રિઅલ જીડીપી ગ્રોથ અંદાજ ૬.૭૦ ટકાથી સુધારી ૭ ટકા કર્યો હતો. રિટેલ મોંઘવારીનો અંદાજ પણ ૪.પ ટકા નોંધાવ્યો હતો.
ભારતનું અર્થતંત્રે ર૦રર-ર૩ માં મેન્યુફેક્ચરીંગ અને સર્વિસ સેગમેન્ટમાં મજબૂત ગ્રોથ સાથે નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં આકર્ષક ગ્રોથ સાથે વેગવાન બન્યું છે. આગામી ર૦ર૪-રપ અને ર૦રપ-ર૬ માં પણ આ મોમેન્ટમ જળવાઈ રહેવાનો આશાવાદ છે. દેશમાં વપરાશ માગમાં સતત સુધારાની સાથે રોકાણો વધી રહ્યા છે. ફૂગાવો પણ નિયંત્રણ હેઠળ હોવાની સાથે વૈશ્વિક વલણો પણ સકારાત્મક જણાઈ રહ્યા છે.
દેશની આર્થિક સ્થિતિને ટ્રેક કરવા માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની ગણતરી કરવામાં આવે છે. જે તમામ ગુડ્સ અને સર્વિસિઝના મૂલ્યો દર્શાવે છે. જેમાં દેશમાં ઉત્પાદન કરતી વિદેશી કંપનીઓને પણ આવરી લેવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial