Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તણાવના કારણે પૂરતી ઊંઘ પણ લઈ શકતા ન હતાઃ
જામનગર તા. ૧૧: જામનગરના મોટી ખાવડી ગામ પાસે રિલાયન્સ ટાઉનશીપમાં રહેતા એક પરિણીતાને માનસિક તણાવની બીમારી લાગુ પડી હતી. સારવાર લેવા છતાં સારૂ થતું ન હોવાથી કંટાળી જઈ આ પરિણીતાએ ગઈકાલે કોઈ ઝ્ેરી ટીકડા ગળી લઈ જિંદગીનો અંત આણ્યો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ સ્થિત રિલાયન્સ કંપનીની ટાઉનશીપના સેક્ટર નં.૨૧/૧૭/એચમાં રહેતા મૂળ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના જુથળ ગામના મેહુલભાઈ વિનોદભાઈ સાદરીયા નામના કર્મચારીના પત્ની સંધ્યાબેન (ઉ.વ.૨૯) દોઢેક વર્ષથી માનસિક તણાવથી પીડાતા હતા.
પૂરતી ઉંઘ ન કરી શકતા સંધ્યાબેન ખોટા વિચારોથી પણ ત્રસ્ત હતા. તેઓને સારવાર અપાવવામાં આવી રહી હતી. આમ છતાં સારૂ થતું ન હોવાથી કંટાળી ગયેલા આ પટેલ પરિણીતાએ ગઈકાલે બપોરે પોતાના રહેણાંકમાં કોઈ ઝેરી ટીકડા ખાઈ લીધા હતા.
તેઓને ઉલ્ટીઓ થવા લાગતા સારવાર માટે ટાઉનશીપમાં આવેલા હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પતિ મેહુલભાઈએ પોલીસને જાણ કરી છે. મેઘપરના પીએસઆઈ બી.બી. કોડિયાતરે અપમૃત્યુના આ બનાવની તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial