Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારખાનાના 'કારીગર' સામે જ નોંધાવાઈ ફરિયાદઃ
જામનગર તા. ૧૧: જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા એક કારખાનામાંથી છેલ્લા બે વર્ષમાં એક કર્મચારીએ પિતળના ૨૫૦૦ કિલો વજનના મિજાગરાની ચોરી કરી લીધાની કારખાનેદારે ફરિયાદ નોંધાવી છે. રૂ. ૧૫,૦૦,૦૦૦ના મિજાગરા ઉઠાવી જવા આ 'કારીગર'એ કારખાનાના જ એક મોપેડ તથા પોતાના સ્કૂટરનો ઉપયોગ કર્યાની વિગત ફરિયાદમાં અપાઈ છે.
જામનગરના લાલપુર બાયપાસ નજીક આવેલા સેટેલાઈટ પાર્કની શેરી નં.૧માં રહેતા અને શંકરટેકરી ઉદ્યોગ નગરમાં દ્રષ્ટિ એન્ટરપ્રાઈઝ નામનું બ્રાસપાર્ટનું કારખાનું ચલાવતા હરેશ મનસુખભાઈ મુંગરા નામના કારખાનેદારે પોતાના કારખાનામાં નોકરી કરતા યાદવનગરવાળા જગદીશ દેવશીભાઈ ચુડાસમા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ કારખાનામાંથી બે વર્ષમાં જગદીશભાઈએ પિતળના મિજાગરાની ૨૫૦૦ કિલો વજનની પેટીઓ ચોરી કરી લીધી છે. આ કર્મચારીએ કારખાનાના જ જીજે-૧૦-સીએલ ૭૯૦૬ નંબરના મોપેડ તથા પોતાની માલિકીના જીજે-૧૦-ડીબી ૩૮૨૫ નંબરના એક્ટિવા સ્કૂટરમાં ૪૦થી ૫૦ કિલોની એક એવી પેટી સારી લીધી હતી.
અંદાજે રૂ. ૧૫,૦૦,૦૦૦ ના પિતળના મિજાગરા ચોરી કરી જવા અંગે હરેશભાઈએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના અનુસંધાને પોલીસે આઈપીસી ૩૮૧ હેઠળ ગુન્હો નોંધ્યો છે. પીએસઆઈ એન.પી. જોષીએ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial