Advertisement
Author: નોબત સમાચાર

જામનગર, ધ્રોલ તથા પડધરીમાં સાત ચોરીને અંજામ આપનાર શખ્સ એલસીબીની ગિરફતમાં

ફર્નિચરના શો-રૂમ, ફરસાણની દુકાનમાં ચોરી કર્યાની આરોપીએ કરી કબૂલાતઃ

જામનગર તા. ૧૧: જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં ફર્નિચરના એક શો રૂમ ઉપરાંત જૂના રેલવે સ્ટેશન પાસે ફરસાણની દુકાનમાં ચોરી કરવાના ગુન્હામાં સંડોવાયેલા મૂળ કચ્છના અને હાલમાં ખંભાળિયામાં વસવાટ કરતા શખ્સને એલસીબીએ દબોચી લીધો છે. તેણે પડધરીમાં એક ચોરી કરવા સહિતની સાત ચોરીની કબૂલાત આપી છે. આ શખ્સના કબજામાંથી રૂ. ૧૦૭ ૬૦૦ રોકડા કબજે કરાયા છે.

જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં રાત્રિના સમયે મકાન, બંધ દુકાનો, ફર્નિચરના શો-રૂમ વગેરેમાં ચોરીના બનાવો છેલ્લા એકાદ મહિનામાં વધતા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ એલસીબીને તપાસનો આદેશ કર્યાે હતો. પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફે તપાસ આરંભી હતી.

તે દરમિયાન સ્ટાફના દિલીપ તલાવડીયા, હિતેન્દ્રસિંહ, સંજયસિંહ, કાસમ બ્લોચને બાતમી મળી હતી કે, અગાઉ આ રીતે શટર, બારીના કાચ તોડીને ચોરી કરવાના ગુન્હામાં ઝડપાયેલા મૂળ કચ્છના આદીપુરના ભાવેશ ઉર્ફે સુરજ ઉર્ફે ભાણા હીરાભાઈ ભટ્ટી નામના શખ્સની આ ચોરીઓમાં સંડોવણી છે અને આ શખ્સ સમર્પણ સર્કલ પાસે આવ્યો છે.

તે બાતમીના આધારે હાલમાં ખંભાળિયાની સલાયા ચોકડી પાસે રહેતા ભાવેશ ઉર્ફે સુરજને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. તેની તલાશી લેવાતા રૂ. ૧૦૭૬૦૦ રોકડા મળી આવ્યા હતા. તે શખ્સની પૂછપરછ કરાતા તેણે સાત ચોરીની કબૂલાત આપી છે. તેણે ૧૫ દિવસ પહેલાં પડાણા ગામ પાસે એક હોટલમાંથી રોકડ ઉઠાવવા ઉપરાંત પડધરીમાં દુકાનનું શટર તોડી રોકડ તથા મોબાઈલ ચોરવા ઉપરાંત સિક્કા અને ધ્રોલની બે ચોરી કબૂલી છે. તેમજ સિટી બી ડિવિઝન વિસ્તારમાં એક અને સિટી સી ડિવિઝન વિસ્તારમાં બે ચોરી કર્યાનું કબૂલી લીધુ છે.

આ શખ્સ સામે બે વર્ષ પહેલાં કચ્છના આદીપુરમાં બે ચોરીના ગુન્હા નોંધાયેલા છે. આ શખ્સનો કબજો સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh