Advertisement
Author: નોબત સમાચાર

હમાસના લીડર ઈસ્માઈલ હાનિયાના ત્રણ પુત્ર અને બે પૌત્રના નિપજ્યા મૃત્યુ

ગઈકાલની ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં

નવી દિલ્હી તા. ૧૧: ગઈકાલની ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં હમાસના વડાના ત્રણ પુત્ર, બે પૌત્રના મોત થયા હોવાના અહેવાલો છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને છ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. ઈઝરાયેલે ગાઝા પર સતત હુમલા ચાલુ રાખ્યા છે. આવા સમયે બુધવારે ઈઝરાયેલની એરસ્ટ્રાઈકમાં હમાસના ટોચના લીડર ઈસ્માઈલ હાનિયાના ત્રણ પુત્રો અને બે પૌત્રના મોત નિપજ્યા છે. હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાએ બુધવારે અલ-ઝઝીરા સેટેલાઈટને જણાવ્યું હતું કે, તેમના પુત્રો હઝેમ, અમીર અને મોહમ્મદ તથા બે પૌત્ર એક કારમાં જતા હતાં ત્યારે ઈઝરાયેલે ગાઝાના અલ-શતિ કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. તેમના પુત્ર જેરૂસલેમ અને અલ-અક્સા મસ્જિદને આઝાદ કરાવવાના માર્ગમાં માર્યા ગયા છે. દુશ્મન બદલા અને કત્લેઆમની ભાવના સાથે આગળ વધી રહ્યા છે તથા તે કોઈ માપદંડ અથવા કાયદાને મહત્ત્વ આપતો નથી.

ઉલ્લેખનિય છે કે, ઈસ્માઈલ હાનિયા કતારમાં રહે છે, જ્યાં અલ-ઝઝીરાનું મુખ્યાલય છે. ઈઝરાયેલે નવેમ્બરમાં ગાઝા સ્ટ્રીપમાં એરસ્ટ્રાઈક કરી હાનિયાના પારિવારિક ઘરનો નાશ કર્યો હતો. હાનિયાએ કહ્યું કે મારા પુત્રોને નિશાન બનાવવાથી હમાસ પર નરમ વલણ માટે દબાણ કરી શકાશે તો તમે ખોટા છો. બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ દક્ષિણી ગાઝાના રફાહ શહેરમાં હુમલા વધારવાનો સંકલ્પ કર્યો છે. નેતન્યાહુએ વારંવાર કહ્યું છે કે ઈઝરાયેલે ગાઝામાં હમાસના અંતિમ ગઢ રફાહમાં આર્મી મોકલવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh