Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ વ્યક્તિ સામે પોલીસે નોંધ્યો ગુન્હોઃ
જામનગર તા. ૧૧: કલ્યાણપુરના એક યુવતીના લગ્ન પાંચ વર્ષ પહેલાં આણંદ જિલ્લાના કરમસદમાં થયા પછી પતિ, સસરા, બે નણંદ અને ફઈજીએ ત્રાસ આપતા નવેક મહિના પહેલાં પિયર પરત ફરેલા આ યુવતીએ ગઈકાલે પોલીસમાં ફરિયાદ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં રહેતા અંકિતાબેન મહેન્દ્રભાઈ સોઢા નામના યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૯માં આણંદ જિલ્લાના કરમસદમાં રહેતા સુનિલ ઘનશ્યામભાઈ સાથે થયા પછી પરિણીતાને પતિ, સાસુ, બે નણંદ તથા ફઈજીએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
અવારનવાર મેણા મારી મારકૂટ કરતા પતિ સુનિલ, સસરા ઘનશ્યામ ચુનીલાલ, બાલાસિનોરમાં રહેતા નણંદ નેહલબેન અજયભાઈ, વડોદરાના તરસાઈમાં રહેતા નણંદ ઉન્નતીબેન હાર્દિકભાઈ, ખેડા જિલ્લાના મેમદાવાદમાં રહેતા ફઈજી મીનાબેન નવીનભાઈએ નવેક મહિના પહેલાં અસહ્ય ત્રાસ આપતા હાલમાં પિયર પરત ફરેલા અંકિતાબેને ગઈકાલે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial