Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકા દ્વારા કર્મચારીઓને પગાર ચૂકવવામાં ધાંધીયાઃ કર્મચારીઓમાં રોષ

ચૂંટણી-તહેવારો ટાણે જ

ખંભાળીયા    તા. ૧૧: ખંભાળીયા નગરપાલિકાને પગાર માટે રાજ્ય સરકાર દ્વારા અપાતી ઓકટ્રોય વિકલ્પ ગ્રાંટ ફાળવવામાં ત્રણ માસથી વિલંબ થતો હોય બે માસથી પગાર અનિયમિત અને આ વખતે ગત માસનો પગાર પણ ના મળતા નાના કર્મચારીઓ ભારે તકલીફમાં મુકાયા છે.

પાલિકા સફાઈકર્મી અગ્રણી તથા રાજ્યના સફાઈ કામદારના મંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલાએ જણાવેલ કે પાલિકા દ્વારા નાણાકીય વર્ષમાં હાઉસટેકસ, પાણીવેરા, અન્ય વેરા વસુલાતની લાખોની ઉપજ આવેલ છે. જેમાં બીનજરૂરી ખોટા ચર્ચાઓ કરીને લાખોના મસમોટા બીલો નિયમિત ચુકવાઈ જાય છે. જ્યારે દર માસે ગ્રાંટ મોડી થાય તો પગાર માટે નિયમિત વ્યવસ્થા ના કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે અસંતોષની લાગણી ફેલાઈ છે, તેમજ પાલિકાના સત્તાધીશો દ્વારા નિયમિત પગાર મળે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ માંગણી ઉઠવા પામી છે.

હાલ મોટાભાગના કર્મચારીઓ વિવિધ લોનથી પોતાનું ગાડું ચલાવતા હોય નિયમિત અપેક્ષા મુજબ આવતો પગાર અનિયમિત તથા તે પણ વારંવાર થતાં કર્મચારીઓના હપ્તા ના એક બાઉન્સ થતા દંડાત્મક કાર્યવાહી થતી હોય ભારે રોષની લાગણી પણ ફેલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh