Advertisement
Author: નોબત સમાચાર

ઘેરથી નીકળી ગયેલ માનસિક અસ્વસ્થ મહિલાની મદદે જામનગર ૧૮૧ અભયમ્

૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન મહિલાઓની મદદ માટે ૨૪ કલાક ૭ દિવસ કાર્યરત છે. એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ જામનગરને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે એક અજાણી મહિલા અડધી રાત્રે ઘરની બહાર નીકળી ગયેલા છે અને રસ્તા પર એકલા મળી આવ્યા છે. આ મહિલાને મદદ અને સુરક્ષિત આશ્રયની જરૂર હોય તેવું જણાય છે. આ અંગે જાણકારી મળતા જ જામનગર ૧૮૧ ટીમના કાઉન્સીલર કોમલ વિષ્ણુસ્વામી, મહિલા પોલીસ એએસઆઈ તારાબેન ચૌહાણ અને પાઈલોટ સુરજીતસિંહ વાઘેલા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને પીડિતાનું રેસ્કયૂ કર્યા પછી ઈમોશનલ સપોર્ટ અને મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરૂ પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ પીડિતાએ પોતાનું નામ જણાવ્યું હતું. ટીમના અનેક પ્રયાસો પછી પીડિતાના પરિવારનો સંપર્ક થઈ શક્યો અને પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. માનસિક રીતે અસ્થીર મહિલાને મદદ કરી તેમના પરિવાર પાસે સુરક્ષિત પહોંચાડી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડવા બદલ તેણીના પરિવારજનોએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh