Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લાની નગરપાલિકાઓના વિકાસ કામોની સમીક્ષા કરી
જામનગર તા. ૧૪: જામનગર જિલ્લાની નગરપાલિકાઓના વિકાસકાર્યો અનુસંધાને પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ સંબંધિત પદાધીકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ ચીફ ઓફિસરો પાસેથી નગરપાલિકાઓના વિકાસકાર્યો અને પડતર કામો અંગે સમીક્ષા કરી હતી. અને નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય તે પ્રકારે વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા ચીફઓફિસરોને તાકીદ કરી હતી.
જામનગર જીલ્લાના પ્રભારીમંત્રી અને કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં જીલ્લાની નગરપાલિકાઓના વિકાસકાર્યો અને પડતર કામો અંગે પદાધીકારીઓ, લગત અધિકારીઓ અને ચીફ ઓફિસરો સાથે બેઠક યોજી હતી. જેમાં જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકાઓના વિકાસકાર્યો અને પડતર કામો અંગે મંત્રીએ વિગતો મેળવી હતી.
આ બેઠકમાં મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, શહેરોની સમકક્ષ નગરપાલિકાઓમાં વસતા લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય તે દિશામાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર સતત કાર્યરત છે. મંત્રીશ્રીએ નગરપાલિકાઓમાં ઉભી કરાયેલ ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ, સામાજિક આંતર માળખાકીય સુવિધાઓ, અર્બન મોબીલીટી-શહેરી પરિવહન, નગરપાલિકાઓની આગવી ઓળખ ઉભી થાય તેવા કામો અંગે ચર્ચા વિચારણા કરી લોકોની જરૂૂરીયાતોને પ્રાથમિકતા આપવા માટે કામગીરી કરવા ચીફ ઓફિસરોને અને લગત અધિકારીશ્રીઓને જરૂૂરી સૂચનો કર્યા હતા. તેમજ વીજળી, આધારકાર્ડ અંગેની કામગીરી, નગરપાલિકાઓને ગ્રાન્ટની ફાળવણી, બ્યુટીફીકેશનના કામો અંગે જમીન ફાળવણી, હાઈવે પરના દબાણો દુર કરવા, પાણી, સફાઈ અને રોડ રસ્તાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવું, ફાયર સેફટીની સુવિધાઓમાં વધારો કરવો, આવાસ યોજના, રાજ્ય સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લોકો સુધી પહોચાડવા સહીતના મુદ્દાઓ પર વધુ ભાર મુકવા તેમજ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહુર્ત સમય મર્યાદામાં પૂર્ણ કરવા બાબતે ચર્ચા કરાઈ હતી.
આ બેઠકમાં ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, મહામંત્રીઓ, પદાધીકારીઓ, લગત અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial