Advertisement
Author: નોબત સમાચાર

સોમવારે સાંસદમાં રજૂ થશે 'વન નેશન-વન ઈલેકશન' બીલ : જેપીસીની તૈયારી

કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ રજૂ કરશે પ્રસ્તાવ

નવી દિલ્હી તા. ૧૪: સોમવારે સંસદમાં વન નેશન વન ઈલેકશન બિલ રજૂ થશે. સરકારની આ બીલ ચર્ચા માટે જેપીસીમાં મોકલવાની તૈયારી જણાય છે.

કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સોમવારે લોકસભામાં વન નેશન વન ઈલેકશન બિલ રજૂ કરશે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, આ બિલને ચર્ચા માટે જેપીસી પાસે મોકલવામાં આવશે. લાંબી ચર્ચા અને સર્વસંમતિ માટે સરકાર આ બિલને સંયુકત સંસદીય સમિતિ (જેપીસી) પાસે મોકલશે.

જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે.

દેશમાં હાલમાં અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાય છે. કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારી છે. જો કે, સરકારના આ પગલાનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવી ઘણી આઈએનડીઆઈએ બ્લોકની પાર્ટીઓએ વિરોધ કર્યો છે.

વિપક્ષનો આરોપ છે કે આનાથી કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટીને ફાયદો થશે. નીતિશ કુમારની જેડીયુ અને ચિરાગ પાસવાન જેવા પ્રમુખ એનડીએ સહયોગીઓએ એક સાથે ચૂંટણી યોજવાનું સમર્થન કર્યું છે. 'વન નેશન વન ઈલેક્શન'ને વારંવાર ચૂંટણીઓ સાથે જોડાયેલી ખર્ચ અને વિક્ષેપોને ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ સુધારા તરીકે જોવામાં આવી રહૃાું છે.

ઉલ્લેખનીય છે કે,  'વન નેશન વન ઈલેક્શન' પર વિચારણા માટે બનેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ જણાવ્યું કે, આ પ્રસ્તાવને લઈને ૩૨ રાજકીય પાર્ટીઓએ સમર્થન આપ્યું છે, જ્યારે ૧૫ પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો છે. આ ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી હતી. રામનાથ કોવિંદે ઓક્ટોબરમાં ૭મા લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ વ્યાખ્યાન દરમિયાન કહૃાું હતું કે, વિરોધ કરનારી ૧૫ પાર્ટીઓમાંથી કેટલીક પાર્ટીઓએ  'વન નેશન વન ઈલેક્શન'ના વિચારનું સમર્થન કર્યું હતું.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 'વન નેશન વન ઈલેક્શન' સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ બાબતો જણાવી છે. તેમણે જણાવ્યું કે, આ રિપોર્ટ તૈયાર કરવામાં લગભગ ૬ મહિનાનો સમય લાગ્યો છે. ૩ મહિના તો ઈન્વિટેશનમાં લાગી ગયા. ત્યારબાદ અમે ઈન્ટરેક્શન શરૂ કર્યું. ૨ મહિના ડે ટૂ ડે બેસિસ પર ઈન્ટરેક્શન કર્યું. આ રિપોર્ટ ૧૮ હજારથી વધુ પેજનો છે. મને જાણકારી આપવામાં આવી કે, આજ સુધી ભારત સરકારની કોઈ કમિટીએ આટલો મોટો રિપોર્ટ સબ્મિટ નથી કર્યો.

આ અહેવાલ ૨૧ વોલ્યૂમ્સમાં બનાવવામાં આવ્યો છે. આ માટે અમે લોકો પાસેથી સૂચનો માગ્યા હતા. આ માટે ૧૬ ભાષાઓમાં ૧૦૦થી વધુ જાહેરાતો આપવામાં આવી હતી. ૨૧૦૦૦ લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી ઠે. ૮૦% લોકો તેના પક્ષમાં છે. આ સિવાય અમે પૂર્વ ચીફ ઈલેક્શન કમિશનરને પણ ફોન કર્યો હતો. ફિક્કી, આઈસીસી, બાર કાઉન્સિલના પ્રતિનિધિઓને પણ બોલાવવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh