Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા
નવી દિલ્હી તા. ૧૪: લાલકૃષ્ણ અડવાણી રૂટિન ચેકઅપ માટે એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યારે સ્વાસ્થ્ય સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે.
પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને રૂટીન ચેકઅપ માટે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલકરવામાં આવ્યા છે. હાલ તેઓ તબીબોના નિરીક્ષણ હેઠળ છે અને તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે.
છેલ્લા બે અઠવાડિયાથી તેમની તબિયત નાદુરસ્ત હતી. લાલકૃષ્ણ અડવાણીને આ વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, લાલકૃષ્ણ અડવાણીને એક મહિના પહેલા દિલ્હી એમ્સના યુરોલોજી વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. ડો. અમલેશ શેઠની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી હતી અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી.
ભાજપના વરિષ્ઠ લાલકૃષ્ણ અડવાણી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝુમી રહ્યા છે. આ જ કારણ છે કે આ દિવસોમાં તેઓ પોતાના ઘરે જ રહે છે અને કોઈપણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપતા નથી. એલ.કે. અડવાણીને આ વર્ષે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતાં, પરંતુ સ્વાસ્થ્યના કારણોસર તેઓ રાષ્ટ્રપતિ ભવનના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતાં. તેમને તેમના નિવાસસ્થાને જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial