Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મની લોન્ડરીંગની માહિતીના આધારે કાર્યવાહીઃ
ઉજ્જૈન તા. ૧૪: ઈન્દોર-ઉજ્જૈનમાં ક્રિકેટ બુકીઓના ઠેકાણાઓ પર ઈડીના દરોડા દરમિયાન ૮ કરોડની રોકડ સીઝ કરાઈ છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમોએ ઈન્દોર સહિત ઉજ્જૈનમાં ક્રિકેટ બુકીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતાં. બુકીઓ દ્વારા મની લોન્ડરીંગની માહિતીના આધારે ટીમે આ કાર્યવાહી કરી હતી.
જો કે, ઉજ્જૈન પોલીસને ઈડીની આ કાર્યવાહી અંગે કોઈ માહિતી નહીં હોવાનું બહાર આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, તા. ૧૪ જૂન ર૦ર૪ ના ઉજ્જૈન પોલીસે કાર્યવાહી કરી અને ક્રિકેટ પર સટ્ટો રમતા નવ લોકોની ધરપકડ કરી. તે દરમિયાન ૧૪.પ૮ કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવામાં આવી હતી. ૪૧ મોબાઈલ, ૧૯ લેપટોપ, નેશનલ અને ઈન્ટરનેશનલ મોબાલઈ સિમ, વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આમાં મુખ્ય આરોપી પિયુષ ચોપરા હતો.
પોલીસના જણાવ્યા અનુસાર પિયુષ ચોપરા લાંબા સમયથી ઈન્દોર રોડ પરના તેના ઘરેથી સટ્ટો રમાડતો હતો. તેણે લુધિયાણા, પંજાબ અને અન્ય શહેરોમાંથી સટ્ટાબાજીમાં કુશળ યુવાનોને સારા પૈસા આપીને ઉજ્જૈન બોલાવ્યા હતાં. અહીં ઉચ્ચ ટેકનિકલ સંસાધનો આપીને આખી રમત ચલાવવામાં આવી રહી હતી.
વેબસાઈટ દ્વારા ક્રિકેટ સટ્ટો ચલાવવામાં આવતો હતો. સ્થાનિક પોલીસે આ સમગ્ર કાર્યવાહીની માહિતી ઈડી સહિત અન્ય કેન્દ્રિય તપાસ એજન્સીઓને આપી હતી. આ માહિતીના આધારે અને મની લોન્ડરીંગની શંકાના આધારે ઈડી એ શુક્રવારે શહેરમાં ચોપરા અને અન્ય કેટલાક આરોપીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતાં.
ઈડી અનુસાર અભય ચોપરા અને સંજય અગ્રવાલ નામના વ્યક્તિઓની ક્રિકેટ સટ્ટાબાજી અને સંબંધિત વ્યવહારોમાં સંડોવણી પણ પ્રકાશમાં આવી છે. અન્ય મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઈડી અનુસાર લન્ડનએક્સ૯ નામની વેબસાઈટ ક્રિકેટ સટ્ટા માટે ઓપરેટ કરવામાં આવી હતી. આ દ્વારા બેટ્સ મૂકવામાં આવ્યા હતાં. સટ્ટાબાજીની રકમ હવાલા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી. સટ્ટાબાજીના વ્યવહારો અને જીત-હારના ગણિત પર નજર રાખવા માટે બુકીઓ હોર્સ નામના સોફ્ટવેરનો પણ ઉપયોગ કરતા હતાં. આ ઓનલાઈન કાળા કારોબાર સોફ્ટવેર ટ્રેકિંગમાં અભય ચોપરા અને સંજય અગ્રવાલની ભૂમિકા પણ બહાર આવી રહી છે.
ઈડીની ટીમે ઈન્દોર અને ઉજ્જૈનમાં પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે. પંજાબના લુધિયાણા શહેરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. આ સમયગાળા દરમિયાન ઈડીની ટીમે ૩૧ લાખ રૂપિયા રોકડા, કેટલાક દસ્તાવેજો અને કેટલાક ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હોવાનું સૂત્રો જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial