Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪: ગત ઓકટોબર માસમાં આકાશમાં રહેલ મૃગ નક્ષત્ર અને નવેમ્બર માસમાં સિંહ રાશિની ઉલ્કાવર્ષા માણી હતી.
૨૦૨૪ના વર્ષના અંતિમ ડિસેમ્બર માસમાં મિથુન રાશિની ઉલ્કાવર્ષા માણી શકાશે. આગામી ૧૬મી ડિસેમ્બર સુધી વહેલી સવારે સૂર્યોદય પહેલા ૫.૦૦ થી ૬.૩૦ સુધી મિથુન રાશીના ચમકતા તારા પુરૂષ અને પ્રકૃત્તિ તારાની આસપાસથી અલગ-અલગ દિશામાં ખરતા તારા માફક ઉલ્કા નજરે પડશે. મંગળ અને ગુરૂના ગ્રહ વચ્ચે રહેલા લઘુગ્રહના પટ્ટા આ ઉલ્કાનું ઉત્પતિ સ્થાન છે. પૃથ્વીના વાતાવરણમાં આ ઉલ્કા ૪૫૦૦૦ કી.મી. પ્રતિ કલાકના વેગથી પ્રવેશે છે, અને ઘર્ષણને કારણે ૧૬૦૦ અંશ સેલ્સિયસના ઉંચા ઉષ્ણતામાને સળગી ખરતા તારા સ્વરૂપે નજરે પડે છે. આ ઉલ્કા ખૂબ ઝડપી, શ્વેત અને ટુંકા પંથની હોય છે. તેમ ખગોળ મંડળના સંયોજક કિરીટ શાહએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial