Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી થઈ શકે જાહેરઃ રાજકીય માહોલ ગરમાયો

મકરસંક્રાતિ પછી ગમે ત્યારે

અમદાવાદ તા. ૧૪: મકરસંક્રાતિ પછી ગુજરાતમાં ગમે ત્યારે પાલિકા-ગ્રામપંચાયતની ચૂંટણીઓ જાહેર થશે જેમ રાજકીય પક્ષોમાં ધમધમાટ જોવા મળે છે.

ખેડા બનાસકાંઠા જિલ્લા પંચાયતની ૮૦ નગરપાલિકા સહિત ચારેક હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ સજ્જ છે. આ વખતે ૨૭ ટકા ઓબીસી અનામતની જોગવાઈ સાથે પાલિકા-પંચાયતની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી જીતવાનો પાયો નાખવા ભાજપ-કોંગ્રેસે તો અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ હવે ચૂંટણી પંચ પણ પાલિકા-પંચાયતની ચૂંટણીઓ માટે સજ્જ થયું છે. મીની ધારાસભા સમાન આ ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ મતદાર યાદીને ઓપ આપી રહ્યું છે. હજુ ઘણાં જિલલામાં મતદાર યાદીનું કામકાજ ચાલુ છે. આગામી સપ્તાહના અંત સુધીમાં પ્રાથમિક મતદાર યાદી જાહેર થાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે, ૪૭૦ ગ્રામ પંચાયત, બે જિલ્લા પંચાયત ઉપરાંત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત ૭૯ નગરપાલિકામાં ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે જેની જાહેરાત મકરસંક્રાતિ પછી ગમે ત્યારે થઈ શકે છે.

ઉલ્લેનીય છે કે, દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પાટીલના નિવાસ સ્થાને યોજાયેલી ફેરવેલ પાર્ટી બાદ ગુજરાતને નવા ભાજપ પ્રદેશ પ્રમુખ મળશે તેવી ચર્ચા ચાલી રહી હતી પણ હજુ સુધી કોઈ ઠેકાણું પડયું નથી. નવા સંગઠનની રચના થઈ રહી હતી ત્યારે ઉંમરને લઈને બબાલ મચી છે જેના કારણે સંગઠન પ્રક્રિયા પર પણ રોક લાગી ગઈ છે. હજુ સુધી ભાજપ હાઈકમાન્ડ ગુજરાત ભાજપની કમાન કોને સોપવી તે મુદ્દે નિર્ણ લઈ શકી નથી. જો કે, હજુ પાલિકા પંચાયતની ચૂંટણીઓ કોના વડપણ હેઠળ લડાશે તે નકકી નથી. હવે એવી સ્થિતી સર્જાઈ છે કે, ભાજપે નવા સંગઠનની રચનાની સાથે સાથે પાલિકા પંચાયતના ઉમેદવાર પસંદગી પ્રક્રિયા કરવી પડશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh