Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં આહિરાણીઓના વિક્રમજનક મહારાસનું એક વર્ષ પૂર્ણ...
જામનગર તા. ૧૪: સમગ્ર દેશ અને વિશ્વમાં જેમણે એક અનોખો વિક્રમ સર્જી દ્વારકામાં ૩૫૦૦૦ થી વધુ આહિરાણીઓના મહારાસને એક વર્ષ પૂર્ણ થવા નિમિતે આગામી તા. ૨૧ અને ૨૨ ડિસેમ્બરે દ્વારકાના આહિર સમાજના વિશાળ પરિસરમાં ૧૦૦૮ આહિર બાળકો દ્વારા કંઠસ્ય રીતે ભાગવદ્ ગીતાજીના ૧૨માં અધ્યાયનું સામુહિક પઠનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક અને વિશ્વજનક મહારાસના આયોજન સાથે ૩૫ હજારથી વધુ બહેનો-મહિલાઓ તેમજ બાળકોને ભાગવદ્ ગીતાજીની પુસ્તિકા સ્મૃત્તિભેટ તરીકે આપવામાં આવી હતી. સનાતન ધર્મ સાથે સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુસર દરરોજ નિયમિત રીતે ગીતા પાઠ કરવા અપીલ કરવામાં આવી હતી.
જે સંદર્ભમાં તા. ૨૨-૧૨-૨૪ ના મહારાસના એક વર્ષ પૂર્ણ થવા નિમિતે ૧૦૦૮ બાળકો કંઠસ્ય રીતે ગીતાજીના શ્રી દ્વારકાધીશ ભગવાન સન્મુખ પાઠનું સામુહિક પઠન કરશે. આ ઉપરાંત તા. ૨૧.૧૨.૨૪ ના દિને બાળકો દ્વારા ધાર્મિક કૃતિઓ સાથેનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરશે. અને જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના યાદવ/આહિર બાળકો ભાગ લેશે. મથુરા-ગોકુળથી તેમજ અન્ય સ્થળોથી પધારેલા યાદવોનું અખિલ ભારતીય આહિર સમાજના નેજા હેઠળ સ્નેહમિલન પણ યોજાશે. જેમાં હાલારના બન્ને જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર-ગુજરાતના આહિર સમાજના રાજકિય નેતાઓ, આગેવાનો અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
બે દિવસીય કાર્યક્રમ
તા. ૨૧/૨૨ના બપોરે ૩ વાગ્યે મંદિર પ્રાંગણ સફાઈ, સાંજે ૬ થી ૮ સુધી પરંપરાગત પરિવેષમાં શ્લોક પઠન, રાત્રે ૮ થી ૯ બાલભોગ, રાત્રે ૯ વાગ્યે કિર્તન મંડળી સાથે સ્નેહમિલન યોજાશે.
તા. ૨૨-૧૨-૨૪ સવારે ૬.૩૦ વાગ્યે સમુહ સૂર્ય નમસ્કાર, ૮:૩૦ વાગ્યે સમુહ શ્લોકગાન, બપોરે ૧ વાગ્યે મહાપ્રસાદમ્, બપોરે ૨ વાગ્યે વિશ્વ શાંતિ માનવસાંકળ, બપોરે ૩ વાગ્યે ધ્વજારોહણ, સાંજે ૭ વાગ્યે બાલભોગ તથા રાત્રે નવ વાગ્યે સમાપન સમારોહ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial