Advertisement
Author: નોબત સમાચાર

જાંબુડા ગામમાં ગાયના બહાર આવી ગયેલ ગર્ભાશયને રિપ્લાન્ટ કરી અપાયું નવજીવન

૧૯૬૨ કરૂણા એનીમલ એમ્બ્યુલન્સની પ્રશંસનિય કામગીરી

જામનગર તા. ૧૪: જામનગર જિલ્લાના જાંબુડા ગામના સરપંચ શરદભાઈનો જામનગર ૧૯૬૨ એમ્બ્યુલન્સના ટેરેટરી પ્રોગ્રામ મેનેજર ડો.સોયબ ખાન પર ફોન આવેલ અને તેઓએ જણાવ્યું કે જાંબુડા ગામમાં એક ગાયને ગર્ભાશય બહાર આવી ગયેલ છે અને તે ગાય અસહૃા પીડાથી રીબાઈ રહી છે. જાણ થતાં તુરંત જ જામનગર જિલ્લા ૧૯૬૨ ની ટીમમાંથી ડો.હિતાંશુ પાટીલ, ડો.એમ.એસ.વાઢેર પાઇલોટ જીતુભાઈ અને કલ્પેશભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જોયું હતું કે ગાયનું ગર્ભાશય બહાર આવી ગયું છે અને ગાયની સ્થિતિ ખૂબ જ નાજુક છે.ત્યારબાદ તુરંત ટીમ દ્વારા ગાયની જરૂરી સારવાર શરૂ કરાઈ હતી અને બે કલાક લાંબા ચાલેલા ઓપરેશન અને ભારે જેહમત બાદ ગાયના ગર્ભાશયની સારવાર કરી તેને ફરી રિપ્લાન્ટ કર્યું હતું અને જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહેલ એક અબોલ પશુને નવું નવજીવન આપવામાં આવ્યું હતું. આ ઘટના બાદ જામનગર જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સૂફયાન અને પ્રોગ્રામ મેનેજર ડો.સોયબ ખાને ૧૯૬૨ ની ટીમ દ્વારા તાત્કાલિક હાથ ધરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા જ્યારે પશુમાલિકે પણ પોતાના પશુની તાત્કાલિક સારવાર કરી તેનો જીવ બચાવવા આપવા બદલ રાજ્ય સરકારની ૧૯૬૨ સેવા અને  તેની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ગત તા.૬ ઓક્ટોબર ૨૦૧૭ થી શરૂકરવામાં આવેલ કરૂણા એનિમલ એમ્બુલન્સ સેવા અનેક પશુ પક્ષીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપી આ અબોલ જીવો માટે દેવદૂત સાબીત થઈ છે. ઈએમઆઈઆર જીએચએસ અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવાએ ૬ ઓક્ટોબરથી આજ દિન સુધીમાં ૨૭ હજારથી પણ વધુ મૂંગા પશુઓને સારવાર આપી નવજીવન આપ્યું છે.

પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરમાં બિનવારસી પશુઓની સારવાર માટે ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બુલન્સ સેવા સતત કાર્યરત છે. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ના તાલીમબદ્ધ કર્મચારીઓ તમામ દવાઓ તેમજ અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ છે. જેમાં એક વેટર્નરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે.બિન વારસુ પશુ-પક્ષી ઘાયલ હોય તો ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા આ સેવાનો લાભ મેળવી શકાય છે. જેમાં જરૂરજણાયે તાત્કાલિક સ્થળ પર જ નાના મોટા તેમજ જટીલ ઓપરેશન પણ કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh