Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંબાલામાં ઈન્ટરનેટ બંધઃ માંગણીઓને લઈને ખેડૂતોનું આંદોલનઃ ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત
નવી દિલ્હી તા. ૧૪: પોતાની માંગણીઓને લઈને દિલ્હી કૂચ કરતા ખેડૂતોને શંભુ બોર્ડર પર અટકાવાયા છે અને હરિયાણા પોલીસ વોટર કેનનનો ઉપયોગ કરી રહી છે.
ખેડૂતોએ ત્રીજી વખત શંભુ બોર્ડરથી દિલ્હી સુધી કૂચ કરતા જ પોલીસે તેઓને શંભુબોર્ડર પર અટકાવ્યા છે અને વોટર કેનનથી પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે.
હરિયાણા પોલીસે ખેડૂતોને રોકવા માટે મજબૂત બેરિકેટ્સ બનાવ્યા છે. આંદોલનકારી ખેડૂતો ૧૩ મી ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો હવે ટ્રેક્ટર-ટ્રોલી વગર પગપાળા દિલ્હી જવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલ ખેડૂતોની માગને લઈને પંજાબ-હરિયાણાની ખાનોરી બોર્ડર પર અનિશ્ચિતકાળના ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસના કારણે તેમની તબિયત સતત બગડી રહી છે. તેઓ ૧૭ દિવસથી વધુ સમયથી ઉપવાસ પર છે. આથી દલ્લેવાલને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપતા સુપ્રિમ કોર્ટે શુક્રવારે કહ્યું કે, 'વિરોધ કરી રહેલા ખેડૂતોએ વિરોધની ગાંધીવાદી પદ્ધતિ અપનાવવી જોઈએ.'
સુપ્રિમ કોર્ટે શુક્રવારે દલ્લેવાલની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ડિવિઝન બેન્ચે કહ્યું કે, 'દલ્લેવાલને તાત્કાલિક તબીબી સંભાળ આપવી જોઈએ, પરંતુ તેમને ઉપવાસ તોડવા માટે દબાણ ન કરવું. દલ્લેવાલનું જીવન આંદોલન કરતા વધુ મૂલ્યવાન છે. તેમનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવું એ તમારી પ્રાથમિક્તા હોવી જોઈએ.'
પાકની એમએસપી (લઘુતમ ટેકાના ભાવ) ની કાયદેસર ગેરન્ટી સહિત આંદોલનકારી ખેડૂતોની માંગણીઓ સ્વીકારવા માટે કેન્દ્ર પર દબાણ લાવવા માટે દલ્લેવાલ ર૬ નવેમ્બરથી પંજાબ અને હરિયાણા વચ્ચેની ખનૌરી બોર્ડર પર ભૂખ હડતાળ પર છે.
આ લખાય છે ત્યારે હરિયાણા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ રહી છે.
કેટલાક ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયાઃ
શંભુ બોર્ડર પર પોલીસ સાથે ઘર્ષણઃ ખેડૂતોમાં જનાક્રોશઃ વિપક્ષોને પણ ટકોર
નવી દિલ્હી તા. ૧૪: હરિયાણા પોલીસે ખેડૂતો પર બેરિકોડ તોડવાની કોશિશ કરતા ખેડૂતો પર પાણીનો મારો ચલાવાયો હોવાનું અને ખેડૂતોને પરવાનગી મેળવીને આંદોલન કરે તેવી સલાહ અપાઈ રહી છે. બીજી તરફ ખેડૂતોએ કેમિકલ્સવાળા પાણીનો મારો ચલાવાયો હોવાના આક્ષેપો કર્યા છે. પોલીસે ટિયર ગેસનો પણ ઉપયોગ કર્યો છે અને ઘાયલ ખેડૂતોને બીજા ખેડૂતો હોસ્પિટલે પહોંચાડાઈ રહ્યા હોવાના મીડિયા અહેવાલો આવી રહ્યા છે. ખેડૂતોએ પોલીસના આક્ષેપોને ફગાવ્યા છે અને પગપાળા જવાની છૂટ પણ મળી રહી નથી. તેની સામે પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે.
ખેડૂત નેતાઓએ સંસદમાં બંધારણ પર ચર્ચા કરી રહેલા શાસક પક્ષના સાંસદો ઉપરાંત વિપક્ષને પણ ટકોર કરી હતી અને ખેડૂતો પ્રત્યેની રાજકીય પક્ષોની નીતિરીતિને વખોડી કાઢી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial