Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર એસીબીનું ત્રણ દિવસમાં બીજું સફળ છટકુઃ
જામનગર તા. ૧૪: રાજકોટમાં માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં સિનિયર કલાર્કની ફરજ બજાવતા વર્ગ-૩ના એક કર્મચારીને ગઈકાલે જામનગર એસીબીએ રૂ.પ હજારની લાંચ લેતાં દબોચી લીધા છે. જામનગર એસીબીએ ત્રણ દિવસમાં લાંચ અંગે બે છટકા ગોઠવી કુલ ત્રણને લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધા છે.
રાજકોટ શહેરમાં એક સરકારી કચેરીમાં ફરજ બજાવતા વ્યક્તિએ સરકારી કવાર્ટર મેળવવા માટે પાંચેક મહિના પહેલાં રાજકોટ શહેરની કાર્યપાલક ઈજનેર-માર્ગ અને મકાન વિભાગ કચેરીમાં અરજી કરી હતી. તેઓને કવાર્ટર ન મળતા તેઓએ સરકારના ધારા ધોરણ મુજબ મકાન ભાડુ મેળવવા અને રાજકોટમાં સરકારી કવાર્ટર ઉપલબ્ધ નથી તેવું પ્રમાણપત્ર મેળવવા કચેરીમાં સંપર્ક કરતા વર્ગ-૩ના સિનિયર કલાર્ક રવિ રાજુભાઈ મજેઠીયાનો સંપર્ક થયો હતો.
આ કર્મચારીએ તે પ્રમાણ પત્ર મેળવી આપવા માટે રૂ.પ હજારની માગણી કરતા સરકારી કર્મચારીએ એસીબી કચેરીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
તે ફરિયાદના આધારે રાજકોટ એસીબી એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલે છટકુ ગોઠવવા જામનગર એસીબી પીઆઈ આર.એન. વિરાણી તથા સ્ટાફને સૂચના આપી હતી. જેના પગલે ગઈકાલે માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં જ છટકુ ગોઠવાયું હતું.
છટકાના ભાગરૂપે ફરિયાદીને સમજાવાયા મુજબ તેઓએ કારકૂન રવિ મજેઠીયા સાથે વાત કર્યા પછી રૂ.પ હજાર તેમને આપતા જ લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. તેઓએ સ્થળ પરથી કારકૂન રવિ મજેઠીયાની અટકાયત કરી લઈ ગુન્હો નોંધ્યો છે.
ત્રણ દિવસમાં જામનગર એસીબીએ ગોઠવેલા લાંચના બે છટકામાં જામનગરના વોર્ડ નં.૯ના એસએસઆઈ તથા અવેજી સફાઈ કામદાર અને ત્યારપછી રાજકોટના માર્ગ, મકાન વિભાગના કારકૂન તેમાં સપડાઈ જતાં લાંચિયા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial