Advertisement
Author: નોબત સમાચાર

હવે જામનગર-બેંગલુરૂની હવાઈ સેવા બંધ!

અગાઉ હૈદ્રાબાદની હવાઈ સેવા બંધ કરાયા પછી

જામનગર તા. ૧૪: જામનગરની હવાઈ સેવામાં વધારાના બદલે ઘટાડો થઈ રહ્યો છે. બેંગલુરૂની ફલાઈટ બંધ થઈ છે. તેવી જ રીતે હૈદ્રાબાદની ફલાઈટ પણ બંધ કરી દેવાઈ છે. જો કે, ૨૦ ડિસેમ્બરથી બેંગલુરૂની ફલાઈટ  પૂનઃ શરૂ થશે તેમ જણાવાઈ રહ્યું છે.

રાજકોટમાં વિમાનની સેવાઓ ઉત્તરોતર વધી રહી છે. ત્યાંથી મુંબઈ, દિલ્હી સહિતના શહેરો માટે વિમાનો ઉડાન ભરે છે. ત્યારે જામનગરમાં વર્ષોથી માત્ર મુંબઈની સેવા ઉપલબ્ધ છે. તેમાં વધારો કરીને હૈદ્રાબાદ અને બેંગલુરૂની વિમાન સેવા શરૂ કરવામાં આવી હતી પરંતુ તેના વિમાનો પણ જમીન ઉપર ઉતરી ગયા છે. મળતી માહિતી મુજબ બેંગલુરૂની હવાઈ સેવા બંધ કરી દેવામાં આવી છે. જો કે આગામી ૨૦ ડિસેમ્બરથી બંેગલુરૂ હવાઈ સેવા પૂનઃ શરૂ થશે. તેમ જવાબદાર અધિકારીએ જણાવ્યું છે. ઉપરાંત હૈદરાબાદની હવાઈ સેવા પણ બંધ કરી દેવાઈ છે.

આમ, જામનગરને વિમાની સેવામાં વધારો થવાના બદલે ઘટાડો થઈ રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh