Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બે મકાનમાં દાગીના, રોકડ મળી રૂ.૧,૯૧,૫૨૫ની મત્તાની થઈ ચોરી

ઠંડીની જમાવટ વચ્ચે તસ્કરો બેફામઃ

જામનગર તા. ૧૪: હાલાર પંથકમાં ઠંડીની થતી જતી જમાવટ વચ્ચે તસ્કરો બેફામ બની રહ્યા છે. ઘરફોડ ચોરીના બનાવોમાં ચોંકાવનારો વધારો જોવા મળી રહ્યો છે. તે દરમિયાન હરીયા કોલેજ રોડ પર એક સોસાયટીમાં બે બંધ મકાનમાં બુધવારની રાત્રિથી ગુરૂવારની સવાર સુધીમાં સોનાના દાગીના, રૂ.૧ લાખ રોકડા મળી કુલ રૂ.૧,૯૧,૫૨૫ની મત્તા ચોરાઈ ગઈ છે. પોલીસે તપાસ આદરી છે.

જામનગરના હરિયા કોલેજ રોડ પર સરદારનગરની શેરી નં.૧૧માં રહેતા અને શંકરટેકરી ઉદ્યોગનગરમાં કારખાનુ ધરાવતા અશોક ધરમશીભાઈ ડાભી નામના સતવારા આસામી પોતાના પરિવાર સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગઢકા ગામે જવા માટે બુધવારે સવારે નીકળ્યા હતા.

ત્યાંથી તેઓ ગુરૂવારની સવારે પરત ફર્યા તે દરમિયાન માત્ર એક દિવસ માટે બંધ પડેલા મકાનમાં ચોરી થઈ છે. તેમના ઘરમાં ઘૂસી ગયેલા કોઈ તસ્કરે અંદરથી સવા બે તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર, સોનાની ઝૂમર બુટી અને સર, અડધા તોલાની એક એવી ત્રણ વીટી, ઓમકારવાળું પેંડલ, સોનાના બે દાણા તથા રૂ.૧ લાખ રોકડા ચોરાઈ ગયા છે.

તેમના મકાનની બાજુમાં જ આવેલા મુકેશભાઈ એભાભાઈ નામના આસામીના બંધ મકાનમાં પણ તસ્કરે હાથફેરો કર્યાે છે. તેમના મકાનમાંથી બે જોડી સરવાળી સોનાની બુટી, કાનના ત્રણ દાણા, નાકના ત્રણ દાણા, બે પેંડલ સેટ, એક રૂદ્રાક્ષ અને બે મોબાઈલ ચોરાઈ ગયા છે. બંને સ્થળેથી કુલ રૂ.૧,૯૧,૫૨૫ના દાગીના તથા રોકડ ચોરાઈ ગયાની અશોકભાઈએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૩૧ (૩) (૪), ૩૦૫ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh