Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણીના ભાગરૂપે
પશ્ચીમ રેલવેના રાજકોટ ડિવિઝનના તા. ૮ થી ૧૪ ડિસેમ્બર સુધી સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વીની કુમારે જણાવ્યું હતું કે, ઉર્જા, સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ આવે અને ઉર્જાનું મહત્ત્વ સમજાય તે હેતુથી રાષ્ટ્ર દર વર્ષ ૧૪ ડિસેમ્બરને ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવે છે.
આવા સંદેશાઓના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે ઉર્જા બચત અને સંગ્લીત ઉપયોગ માટેના સંદેશાવાળા પોસ્ટર અને સ્ટીકર રેલવે પરીસરમાં મૂકવામાં આવતા હતાં. નાના-મોટા સ્ટેશનોમાં પેમ્પલેટનું વિતરણ કરાયું હતું.
રેલવે કર્મચારીઓ અને તેના પરિવારનું પણ વિજળી વિભાગના અધિકારીઓ-ઈજનેરો દ્વારા કાઉન્સેલીંગ કરાયું હતું.
સીની ડિવિ. ઈલેકટ્રીક એન્જિનિયર શ્રીમતી રજની યાદવના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૫૩૦ કેડબલ્યુપી ક્ષમતાની સોલાર પેનલ લગાવવામાં આવી છે. જેના કારણે નવેમ્બર સુધીના રેલ્વેને અંદાજે રૂ. ૩૦.૨૪ લાખ રૂપિયાની બચત કરી હતી.
રાજકોટ ડિવિઝનનું વિદ્યુત વિભાગ શકય તેટલો બિનપરંપરાગત ઉર્જા સહિતના ઉર્જા સંરક્ષણ અને ઉપયોગ માટે પ્રતિબદ્ધ છે. નજીકના ભવિષ્યમાં અન્ય સ્ટેશનો અને સર્વિસ બિલ્ડીંગો પર લગભગ ૨.૭૫ એમડબલ્યુપી ક્ષમતાના પ્લાન લગાવાશે. આ માટે પ્રક્રિયા ચાલી રહી છે.
આ પ્રસંગે ડીઆરએમ કોલેની અને અન્ય કોલોનીમાં નુકકડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial