Advertisement
Author: નોબત સમાચાર

ગૃહ ઉદ્યોગવાળા આસામી સામે વચગાળાના મંગાયેલા મનાઈહુકમની અરજી થઈ ડીસમીસ

કરાર ભંગ થયો હોવાનું જણાવાયું હતું:

જામનગર તા. ૧૪: જામનગરની એક પેઢીએ બીજી પેઢી દ્વારા લેખિત કરારનો ભંગ કરી અન્ય વેપારીને માલ આપવામાં આવતો હોવાની રાવ કરી અદાલતમાં વચગાળા ના કાયમી મનાઈહુકમની માગણી કરી હતી. તેની સામે અન્ય વેપારીએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે વાદીની મનાઈહુકમની માગણી નામંજૂર રાખી છે.

જામનગરમાં મંગલદીપ નામથી પેઢી ચલાવતા આસામીએ સોરઠ મસાલા ગૃહ ઉદ્યોગ નામથી મસાલાનું ઉત્પાદન કરતા આસામી સાથે ૧૦ વર્ષ માટે લેખિતમાં કરાર કરી સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્ટોકીસ્ટ બનવા માટે પ્રયત્ન કર્યાે હતો અને તે પછી સોરઠ મસાલા ગૃહ ઉદ્યોગ દ્વારા કરાર કરી માલ મોકલાવાતો હતો.

તે દરમિયાન જામનગરની પેઢીએ આવી ગયેલા જૂના માલને પરત મોકલાવતા તેના રૂ.૪૦૦૧૧૧ પરત ચૂકવવા સોરઠ ઉદ્યોગ તરફથી રૂ.અઢી લાખ તથા રૂ.દોઢ લાખના ચેક અપાયા હતા. તે બંને ચેક પરત ફર્યા હતા. જેની કોર્ટમાં ફરિયાદ પણ કરાઈ હતી. તેથી સોરઠ ઉદ્યોગ દ્વારા સામાન મોકલવાનું બંધ કરાયું હતું.

૧૦ વર્ષનો કરાર હોવા છતાં સોરઠ ઉદ્યોગે માલ ન મોકલાવી અને અન્ય આસામીને માલ આ૫વાનું શરૂ કરી દેતા મંગલદીપ પેઢી દ્વારા લેખિત કરારનો ભંગ કરાયો છે તેમ જણાવી જામનગર કોર્ટમાં વચ ગાળાનો કાયમી મનાઈહુકમ માંગવામાં આવ્યો હતો. તેની સામે સોરઠ મસાલા ગૃહઉદ્યોગ તરફથી રોકાયેલા વકીલ નિતલ ધ્રુવ, ડેનીશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરાએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે જામનગરની પેઢીની વચગાળા ના મનાઈહુકમની માગણી નામંજૂર રાખી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh